Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સસ્તામાં અમેરિકન ડોલર મેળવવાના ચક્કરમાં રૂપિયા ભરેલી થેલી ગુમાવી

VADODARA : એક અજાણ્યા શખ્સે કારમાંથી ડોલર ભરેલી થેલી જણાવી હાથ ઉંચો કર્યો હતો. બાદમાં ફરિયાદીએ રોકડ રૂપિયાની થેલી બતાવી હતી
vadodara   સસ્તામાં અમેરિકન ડોલર મેળવવાના ચક્કરમાં રૂપિયા ભરેલી થેલી ગુમાવી
Advertisement
  • અમેરિકાના દંપતિને એક્સપ્રેસ હાઇવે પર ચૂનો લાગ્યો
  • અજાણ્યા શખ્સ પર ભરોસો કરવું ભારે પડ્યું
  • ઠગાઇનો ભોગ બનતા ઉઠીના પૈસાનું દેવું થઇ ગયું

VADODARA : વડોદરા (VADODARA) ના એક્સપ્રેસ હાઇવેના ટોકનાકા પાસે ચકચારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં ખાનગી કંપનીમાં કામ કરતા આઇટી એન્જિનિયરને અજાણ્યા શખ્સે સસ્તામાં ડોલર (CHEAP USD SCAM) આપવા જણાવ્યું હતું. આ અંગે ખરાઇ કરવા માટે 100 ડોલર આપ્યા પણ હતા. ત્યાર બાદ મોટી ડીલ નક્કી કરવામાં આવી હતી. જે અનુસાર, ફરિયાદી રૂ. 7 લાખ રોકડા લઇને પહોંચ્યા હતા. સામે ડોલર ભરેલી થેલી લેવા જતા તેમણે પૈસા ગુમાવ્યા હતા. આખરે આ મામલે બે વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

દાહોદ મંદિર માટે પેઇન્ટીંગ બનાવવાનું જણાવ્યું

મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) માં ધીરેન્દ્ર મેનપરા (રહે. અમદાવાદ) એ નોંધાવેલી ફપરિયાદ અનુસાર, તે ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમના કૌટુંબિક સાળા નિતીનભાઇ ઝાલા પેન્ટીંગનું કામ કરે છે. બે મહિના પહેલા તેઓના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામે વાળાએ પોતાનું નામ જગદીશ પટેલ હોવાનું જણાવ્યું હતું. અને દાહોદ મંદિર માટે પેઇન્ટીંગ બનાવવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ બંને વચ્ચે અવાર નવાર વાતચીત થતી હતી. દરમિયાન નિતીનભાઇએ ફરિયાદીને જણાવ્યું કે, જગદીશભાઇ પાસે સ્વામીનારાયણ મંદિરના અમેરિકન ડોલર છે. તે સસ્તાભાવે આપવાની વાત કરે છે.

Advertisement

રૂ. 6 હજારની અવેજમાં 100 અમેરિકન ડોલર આપ્યા

બાદમાં ફરિયાદી અને જગદીશભાઇ વચ્ચે વાતો શરૂ થઇ હતી. વોટ્સએપ પર વાતચીત દરમિયાન ડોલર સાચા હોવાની વાત પણ ફરિયાદીએ જાણી હતી. ત્યાર બાદ જગદીશભાઇના જણાવ્યા અનુસાર ફરિયાદી અમદાવાદથી બસમાં બેસીને આણંદ આવ્યા હતા. ત્યાંથી આગળ રીક્ષામાં ગયા હતા. ત્યાં જઇને એક વ્યક્તિ આવ્યો હતો. જેણે રૂ. 6 હજારની અવેજમાં 100 અમેરિકન ડોલર આપ્યા હતા. ત્યાર બાદ આ ડોલરની ફરિયાદીએ ચકાસણી કરાવતા તે સાચા જણાઇ આવ્યા હતા. બાદમાં 10 હજાર અમેરિકન ડોલર આપવાની વાત થઇ હતી.

Advertisement

રૂ. 7 લાખ ભરેલી થેલી સેરવી લીધી

આ માટે ફરિયાદી તેમની પત્ની સાથે રૂ. 7 લાખ ઉછીના લઇને વડોદરા આવ્યા હતા. ત્યાર બાદ એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝા પર ઉભા રહ્યા હતા. ત્યાર બાદ વોટ્સએપ કોલમાં આગળ જવા જણાવતા તેઓ ગયા હતા. બાદમાં એક અજાણ્યા શખ્સે કારમાંથી ડોલર ભરેલી થેલી હોવાનું જણાવી હાથ ઉંચો કર્યો હતો. બાદમાં ફરિયાદીએ રોકડ રૂપિયાની થેલી બતાવી હતી. જે બાદ ફરિયાદી ડોલર ભરેલી થેલી જોવા જતા જ અજાણ્યા શખ્સે ફરિયાદીના પત્નીના હાથમાંથી રૂ. 7 લાખ ભરેલી થેલી સેરવી લીધી હતી. બીજી થેલી તપાસતા તેમાંથી પહેલા અને છેલ્લા અમેરિકન ડોલરની નોટ હતી. બાદમાં શખ્સની તપાસ કરવા જતા કંઇ હાથ લાગ્યું ન્હતું. આખરે જગદીશભાઇ પટેલ તથા અન્ય વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો --- VADODARA : દુષ્કર્મ કેસનો આરોપી પૂર્વ ધારાસભ્યનો પૌત્ર 18 દિવસ બાદ ઝડપાયો

Tags :
Advertisement

.

×