ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : વડોદરા એરપોર્ટ પર 'આંતરરાષ્ટ્રીય આગમન'નું પાટીયું ચઢ્યું

VADODARA : એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય અને તેનું નામ સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ કરવામાં આવે, તેવી જુની લોકમાંગ છે.
12:16 PM Mar 17, 2025 IST | PARTH PANDYA
VADODARA : એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય અને તેનું નામ સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ કરવામાં આવે, તેવી જુની લોકમાંગ છે.

VADODARA : વડોદરાના એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તે માટે વડોદરાના સાંસદ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ દ્વારા સતત પ્રયત્નો અને રજુઆત કરવામાં આવી રહી છે. આ માંગણી હવે ફળિભૂત થવા જઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં વડોદરાના એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય આગમનનું પાટીયું ચઢ્યું હોય તેમ લાગી રહ્યું છે. જેથી આવનાર ટુંક સમયમાં ફ્લાઇટ સેવા પણ શરૂ થઇ શકે છે. (VADODARA AIRPORT SOON TO GET INTERNATIONAL FLIGHT,  INTERNATIONAL ARRIVAL BOARD SEEN INSIDE - VADODARA)

ઇન્ટરનેશનલ ફ્લાઇટના ક્લિયરન્સ માટેના સ્ટાફની ભરતી કરાઇ

વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય અને એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ કરવામાં આવે, તેવી જુની લોકમાંગ છે. વડોદરાને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તે માટે સાંસદ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ અથાગ મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ક્લિયરન્સની સ્ટાફની ભરતી કરવામાં આવી હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. આ વચ્ચે વડોદરાને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ટુંક સમયમાં મળે તેવી શક્યતાઓ ઉજળી થતી જાય છે. તાજેતરમાં વડોદરાના એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય આગમન માટેનું પાટીયું ચઢ્યું હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી તસ્વીરમાં સામે આવ્યું છે.

દુબઇ, સિંગાપોર અને મલેશિયાની ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે

જેથી આગામી ટુંક સમયમાં વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તેમ લાગી રહ્યું છે. વડોદરા સિવાય અમદાવાદ અને સુરતના એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ કનેક્ટીવીટી છે. જેથી ત્યાંથી મુસાફરો આસાનીથી વિદેશ પ્રવાસ કરી શકે છે. વડોદરા એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ કનેક્ટીવીટી નહીં હોવાના કારણે મુસાફરોએ અમદાવાદ અથવા તો સુરત તરફ પ્રયાણ કરવું પડતું હોય છે. સંભવિત રીતે વડોદરાથી દુબઇ, સિંગાપોર અને મલેશિયાની ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે. એરપોર્ટમાં પાટીયું ચઢી જતા હવે ફ્લાઇટ ક્યારેે મળે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો --- VADODARA : આખરે કારેલીબાગમાં રોડ સાઇડના દબાણો દૂર કરવાનું મુહૂર્ત નીકળ્યું

Tags :
airportArrivalasBoardflightgetGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsInternationalofseensoontoVadodara
Next Article