Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અકોટા-દાંડિયાબજાર બ્રિજ પાસે કારની ટક્કરે વૃદ્ધનું મોત

VADODARA : ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબોએ તેમને મૃત જાહેર કર્યા હતા
vadodara   અકોટા દાંડિયાબજાર બ્રિજ પાસે કારની ટક્કરે વૃદ્ધનું મોત
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલા સોલાર ડોમ પાસે તાજેતરમાં એક અકસ્માતની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં મેડિકલ એજન્સી ધરાવતા વૃદ્ધ ટુ વ્હીલર પર જઇ રહ્યા હતા. દરમિયાન અચાનક કારની ટક્કર વાગતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જે બાદ રાવપુરા પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે બેજવાબદાર કાર ચાલકની અટકાયત કરી લેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ટક્કર લાગતા જ તેઓ ફંગોળાયા

વડોદરામાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. તાજેતરમાં વડોદરાના શિયાબાગ વિસ્તારમાં મેડિકલ એજન્સી ધરાવતા 65 વર્ષિય વૃદ્ધ યતીન મણીલાલ કાપડીયા દવાની ડિલીવરી આપવા માટે પોતાના ટુ વ્હીલર પર નિકળ્યા હતા. દરમિયાન તેઓ અકોટા-દાંડિયા બજાર બ્રિજ ના સોલાર ડોમ પાસે પહોંચતા જ તેમના ટુ વ્હીલરને કારની જોરદાર ટક્કર લાગી હતી. આ ટક્કર લાગતા જ તેઓ ફંગોળાયા હતા. ઘટનામાં મોટા ધડાકા જેવો અવાજ આવતા લોક ટોળા એકત્ર થઇ ગયા હતા.

Advertisement

ચાલક ચિરાગ સોનીની અટકાયત કરવામાં આવી

બાદમાં ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે રાવપુરા પોલીસ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બેદરકારીપૂર્વક કાર ચલાવીને વૃદ્ધ જોડે અકસ્માત કરનાર ચાલક ચિરાગ સોનીની અટકાયત કરવામાં આવી છે.

Advertisement

થોડાક દિવસો પુરતી કાર્યવાહી કરવામાં આવે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, અકોટા-દાંડિયા બજાર બ્રિજ પાસે અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. આ ઘટનાઓ જ્યારે સામે આવે છે, ત્યારે તંત્ર દ્વારા થોડાક દિવસો પુરતી કાર્યવાહી કરવામાં આવે છે. અને ત્યાર બાદ જૈસે થે જેવી પરિસ્થીતી થઇ જાય છે. લોકો હવે આ સમસ્યાનું કાયમી સમાધાન ઇચ્છી રહ્યા છે. તે માટે તંત્ર શું કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : કોમન રિવ્યૂ મિશનના સદસ્યોએ લાલજીપુરાના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો

Tags :
Advertisement

.

×