ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : વડોદરાના દંત સંગ્રહાલયના નામે બે વર્લ્ડ રેકોર્ડ, જાણો વિશેષતા

VADODARA : એશિયા સ્તરના પ્રથમ ખાનગી દંત સંગ્રહાલયમાં એ.આઈ. આધારિત દાંત તપાસ અને બાળકો માટેના એનીમેટ્રોનિકસ આકર્ષણો નો ઉમેરો
06:52 PM Dec 01, 2024 IST | PARTH PANDYA
VADODARA : એશિયા સ્તરના પ્રથમ ખાનગી દંત સંગ્રહાલયમાં એ.આઈ. આધારિત દાંત તપાસ અને બાળકો માટેના એનીમેટ્રોનિકસ આકર્ષણો નો ઉમેરો
Dr. Yogesh Chandarana's Dental Museum

VADODARA : દેશમાં અને વિશ્વમાં અનેક પ્રકારના સંગ્રહાલયો બન્યા છે. પરંતુ દંત સંગ્રહાલય અંગે ભાગ્યેજ સાંભળવા કે જોવા મળે છે.ત્યારે વડોદરા (VADODARA) માં માત્ર ભારત નહિ પરંતુ એશિયા નું પહેલું ખાનગી દંત સંગ્રહાલય (DENTAL MUSEUM OF ASIA LOCATED IN VADODARA) ડો.ચંદારાણા (DR. YOGESH CHANDARANA - VADODARA) પરિવાર દ્વારા સમાજને દાંત સાચવીને, આખા શરીરની તંદુરસ્તી સાચવશો તો દાંતના દવાખાને જવું નહિ પડે એવો માર્મિક સંદેશ આપવા માટે બનાવવામાં આવ્યું છે.પોતાના વ્યવસાયને વિપરીત અસર કરે એવું આ સંગ્રહાલય લોકોને દાંતના આરોગ્યની કાળજી લેવાની બાબતમાં જાગૃત કરવા ડો.યોગેશ ચંદારાણાએ લાખો રૂપિયાની મૂડી લગાવીને બનાવ્યું છે.૨૦૧૬ થી શરૂ થયેલા ગુજરાતના કદાચિત એકમાત્ર ખાનગી દંત સંગ્રહાલયને અત્યાર સુધીમાં ૪૦ હજારથી વધુ મુલાકાતીઓ એ નિહાળ્યું છે જેમાં બાળ મુલાકાતીઓની સંખ્યા મહત્તમ છે.

આ સિદ્ધિ થી વડોદરા,ગુજરાત અને દેશનું ગૌરવ વઘ્યું

આ દંત સંગ્રહાલયમાં દાંતણ થી લઈને અદ્યતન યાંત્રિક ટૂથ બ્રશને આવરી લેતો હજારો ટૂથબ્રશ નો વિશાળ સંગ્રહ છે.આ સંગ્રહને અદ્યતન પ્રકાશ વ્યવસ્થા સાથે સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યો છે.ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ ટૂથબ્રશ સંગ્રહની નોંધ લઇને બે વિશ્વવિક્રમ પ્રમાણિત કરવામાં આવ્યા છે.પહેલો રેકોર્ડ સંગ્રાહક તરીકે ડો.યોગેશ ચંદારાણા ના નામે નોંધવામાં આવ્યો છે.તો બીજો વિશ્વ વિક્રમ ટૂથ બ્રશીશ ના સહુથી વિશાળ સંગ્રહને આકર્ષક રીતે કાયમી પ્રદર્શિત કરવા માટે ડો.પ્રણવ, ડો.શ્રુતિ, ડો.ભાવના અને યજત ચંદારાણા ના નામે નોંધવામાં આવ્યો છે. ડો.ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમની આ સિદ્ધિ થી વડોદરા,ગુજરાત અને દેશનું ગૌરવ વઘ્યું છે.

દેશ વિદેશમાં થી અવનવા ટૂથબ્રશ લાવીને તેમને ભેટ આપે છે

વધુ જાણકારી આપતાં આ સંગ્રહાલયના સ્થાપક અને પ્રણેતા ડો.યોગેશ ચંદારાણા એ જણાવ્યું કે તેમના મ્યુઝીયમ ના ટૂથબ્રશ સંગ્રહમાં ૨૩૭૧ ટૂથબ્રશ છે જે ૨૬ જેટલા દેશોમાં થી મેળવવામાં આવ્યા છે.ટૂથબ્રશના સંગ્રાહક તરીકે તેઓ એટલા જાણીતા થયા છે કે હવે એમના મિત્રો,શુભેચ્છકો અને સારવાર લેનારા દર્દીઓ દેશ વિદેશમાં થી અવનવા ટૂથબ્રશ લાવીને તેમને ભેટ આપે છે.

૩૦ સેકંડના નામે જાણીતા ' એમા બ્રશ ' નો સમાવેશ

દુનિયાનું પહેલું ટૂથબ્રશ આપણું દાતણ ગણાય.આ મ્યુઝિયમમાં દાતણ થી શરૂ કરીને ઓગણીસમી સદીમાં ઉપયોગમાં લેવાતાં હતા તેવા હાડકામાં થી અને પ્રાણીઓના વાળ થી બનાવેલા ટૂથબ્રશ સહિત ક્રમિક વિકાસના પગલે છેલ્લામાં છેલ્લા ૩૦ સેકંડના નામે જાણીતા ' એમા બ્રશ ' નો સમાવેશ થાય છે.

સંગ્રહમાં ૨૦૦ જેટલી વધુ સંખ્યા હોવી જોઈએ

ડો.પ્રણવે વધુ માહિતી આપતા જણાવ્યું કે આ અગાઉનો મહત્તમ ટૂથબ્રશના સંગ્રહનો રેકોર્ડ એક કેનેડિયન છોકરીના નામે હતો જે પોતે ડેન્ટિસ્ટ નથી. એ રીતે અમારો આ સંગ્રહ ડેંટિસ્ટ દ્વારા સંગ્રહ કરવામાં આવેલો સહુથી મોટો સંગ્રહ પણ છે.કેનેડિયન છોકરીના સંગ્રહમાં ૧૬૭૮ ટૂથબ્રશ છે.ગિનિસ સંસ્થાનો નિયમ એવો છે કે છેલ્લામાં છેલ્લો વિક્રમ જેના નામે હોય એનાથી સંગ્રહમાં ૨૦૦ જેટલી વધુ સંખ્યા હોવી જોઈએ. એ શરતમાં અમારો સંગ્રહ માન્ય ઠર્યો અને રેકોર્ડ અમારા નામે નોંધવામાં આવ્યો.

ચંદારાણા પરિવારનું ખાસ બહુમાન

ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ વર્ષ દરમિયાન દાંત અને દંત ચિકિત્સા સંબંધિત અવનવી ચીજવસ્તુઓ અને સાધનોના સંગ્રહ માટે ડો.ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમને ' ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ ' અને ' એશિયા બુક ઑફ રેકૉર્ડસ ' માં સ્થાન આપવામાં આવ્યું છે.તાજેતરમાં અમેરિકાના દંત ચિકિત્સકોની સંસ્થાએ પણ દંત સંગ્રહાલય બનાવીને લોકોને દાંત ના આરોગ્યની જાળવણી માટે જાગૃત કરવા બદલ ચંદારાણા પરિવારનું ખાસ બહુમાન કર્યું હતું.

હિંસક પ્રાણીઓ પણ કરાવે છે દાંતની સફાઈ

ઘણા માણસો બ્રશ કરવામાં કોચરાઇ કરે છે ત્યારે એ જાણીને આશ્ચર્ય થશે કે વાઘ,સિંહ,હિપ્પો,મગર કે મહાકાય હાથી એમના દાંતની સફાઈ પક્ષીઓ પાસે કરાવે છે કે ઝાડના થડિયે દાંત ઘસીને જાતે કરે છે.મ્યુઝીયમ નો ઓગમેન્ટેડ રિયાલિટી શો આવી જાણકારી એનિમેશન ની મદદથી આપે છે.એટલે આ સંગ્રહાલય બાળકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.બાળકોને ગમ્મત સાથે દાંતની કાળજીની સમજ આપતી રેલગાડી ઓરલ હેલ્થ એકસપ્રેસ ટ્રેન અહીં મૂકવામાં છે જે ફેરવી શકાય છે.

આ પણ વાંચો -- VADODARA : રજાના દિવસે e-KYC માટે કચેરીએ અધિકારી-અરજદારો હાજર

Tags :
asiachandaranadentaldr. yogeshfirstMatterMuseumnamedofPriderecordTwoVadodaraworld
Next Article