VADODARA : બેંકના હપ્તા મામલે શાબ્દિક ઘર્ષણ બાદ યુવકની ધૂલાઇ
VADODARA : તાજેતરમાં વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા વાઘોડિયા (VAGHODIA) ની નવી નગરી વિસ્તારમાં આવેલા ઘરમાં યુવક બેંકના હપ્તા લેવા માટે ગયો હતો. દરમિયાન પરિવારની મહિલા તથા અન્યએ તેની જોડે પ્રથમ શાબ્દિક ઘર્ષણ કર્યું હતું. અને ત્યાર બાદ તેની ફેંટ પકડીને તેને ખુરશી પરથી ધક્કો મારીને પાડી દઇ માર મારવામાં આવ્યો હતો. આખરે આ મામલે વાઘોડિયા પોલીસ મથકમાં નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાઇ છે.
હપ્તો ભરપાઇ કરવા બાબતે સકીનાબેન જોડે શાબ્દિક ઘર્ષણ થયું
વડોદરા ગ્રામ્યમાં આવતા વાઘોડિયાની નવી નગરી પાસે આવેલી જુુલુમા પાર્ક સોસાયટીમાં સકીનાબેન ઇસ્માઇલભાઇ મન્સુરી રહે છે. તાજેતરમાં મયુરકુમાર મહેશભાઇ જાદવ (રહે. આજવા, વડોદરા), સકીનાબેન મન્સુરીને ત્યાં લોનનો હપ્તો લેવા માટે ગયા હતા. તે સમયે હપ્તો ભરપાઇ કરવા બાબતે સકીનાબેન જોડે શાબ્દિક ઘર્ષણ થયું હતું. દરમિયાન હાજર નોમાનભાઇ ઇશાકભાઇ રાજ એ તેઓને લાફો કારી દીધો હતો. બાદમાં ફેેંટ પકડીને ખુરશી પરથી બે વખત ધક્કો મારીને નીચે પાડી દીધા હતા.
વાઘોડિયા પોલીસ મથકમાં નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાવી
બાદજમાં ગમે તેમ ગાળો બોલીને માર મારવાની ધમકીઓ આપવામાં આવી હતી. આખરે ઉપરોક્ત મામલે ભોગ બનનાર મયુરકુમાર મહેશભાઇ જાદવે સકીનાબેન ઇસ્માઇલભાઇ સુલેમા (રહે. જુલુમા પાર્ક સોસાયટી, નવી વગરી, વાઘોડિયા) અને નોમાનભાઇ ઇશાકભાઇ રાજ (રહે. ખાંધા રોડ, વાઘોડિયા) સામે વાઘોડિયા પોલીસ મથકમાં નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : કેશિયરે અન્ય સાથે મળીને બોગસ વાઉચર કૌભાંડ આચર્યું, અનેક ઠગાયા