Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિજળી ગુલ થતા મોડી રાત્રે વિજ કચેરીએ લોકોનો હલ્લાબોલ

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસામાં વરસાદ છતાં પણ વિજળી ગુલ થતા મોડી રાત સુધી બરાનપુરા વિસ્તારના લોકોએ વાટ જોઇ હતી. છતાં વિજળી ના આવતા આખરે સ્થાનિક વિજ કંપની એમજીવીસીએલની ઓફીસે બલ્લાબોલ કર્યો હતો. જેના કારણે વિજ કર્મીઓ દોડતા થઇ...
vadodara   વિજળી ગુલ થતા મોડી રાત્રે વિજ કચેરીએ લોકોનો હલ્લાબોલ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસામાં વરસાદ છતાં પણ વિજળી ગુલ થતા મોડી રાત સુધી બરાનપુરા વિસ્તારના લોકોએ વાટ જોઇ હતી. છતાં વિજળી ના આવતા આખરે સ્થાનિક વિજ કંપની એમજીવીસીએલની ઓફીસે બલ્લાબોલ કર્યો હતો. જેના કારણે વિજ કર્મીઓ દોડતા થઇ ગયા હતા. ઉનાળામાં આ રીતે લોકોનો મોરચો વિજ કંપનીની કચેરીએ પહોંચવાની ઘટનાઓ વધુ સામે આવી હતી.

Advertisement

અગાઉ લોકોએ અનેક રાતો વિજળી વગર વિતાવી હતી

વડોદરામાં વિતેલા 6 મહિનાથી વધુ સમયથી લોકોનો વિજ કંપની પર ગુસ્સો નિકળવાની ઘટના સામે આવી રહી છે. પહેલા વિજ કંપની દ્વારા સ્માર્ટ વિજ મીટર નાંખવાની શરૂઆત કરતા મોટી રકમના બીલો આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યાર બાદ ઉનાળામાં ફીડર ઉડી જવાના કારણે અથવા તો અંડર ગ્રાઉન્ડ કેબલ તુટી જવાના કારણે લોકોએ અનેક રાતો વિજળી વગર વિતાવી હતી. તે સમયે પણ લોકોનો મોરચો વિજ કંપનીની કચેરીએ પહોંચતો હતો. આ સિલસિલો સમયાંતરે સામે આવતો રહે છે. તાજેતરમાં મોડી રાત સુધી વિજળી ગુલ થતા બરાનપુરા વિસ્તારના લોકો વિજ કચેરીએ હલ્લાબોલ કરવા પહોંચ્યા હતા.

Advertisement

ધીરજ ખુટતા તમામે બરાનપુરા એમજીવીસીએલની કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો

સુત્રોના જણાવ્યા અનુસાર, શહેરના બરાનપુરા, ખારવાવાડ, ઘડિયાળી પોળ, તથા અન્ય વિસ્તારોમાં ગતરાત્રે પોણા બાર વાગ્યાથી લઇને અંધારપટ છવાયો હતો. થોડાક સમય સુધી લોકોએ લાઇટ આવવાની રાહ પણ જોઇ, છતાં મામલાનો કોઇ નિવેડો આવ્યો ન્હતો. આખરે સ્થાનિકોની ધીરજ ખુટતા તમામે બરાનપુરા એમજીવીસીએલની કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. અને વિજ કંપનીના કર્મીઓ વિરૂદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો. લોકોનો રોષ પારખીને વિજ કંપનીના કર્મીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. બાદમાં મોડે મોડે વિજ પુરવઠો ચાલુ થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો -- VADODARA : રિધમ હોસ્પિટલના તંત્રની આડોડાઇ સામે સ્થાનિકોનો મોરચો

Tags :
Advertisement

.

×