VADODARA : કોટંબી સ્ટેડિયમને બીજી મેચની લોટરી લાગવાની તૈયારી
VADODARA : બરોડા ક્રિકેટ એસો. (BARODA CRICKET ASSOCIATION) અને વડોદરાના ક્રિકેટ રસીકો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કોટંબી સ્ટેડિયમ (KOTAMBI STADIUM - VADODARA) લકી સાબીત થઇ રહ્યું છે. પહેલા ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ODI ફોરમેટની ત્રણ મેચો મળી હતી. હવે વિમન્સ IPL ની મેચો માટે વડોદરાના કોટંબી સ્ટેડિયમ કતારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, ખુબ ટુંકા ગાળામાં વડોદરામાં ભારે રસાકસી વાળી મેચ રમાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રવિવારે BCCI ની મળનારી એજીએમમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ODI ફોરમેટના સફળ આયોજનની નોંધ BCCI સુધી લેવામાં આવી છે.
મેચમાં 25 હજાર જેટલા દર્શકો આવ્યા હતા
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં તાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ODI ફોરમેટમાં ત્રણ મેચ રમાઇ હતી. જેનું ખુબ સુંદર અને સુચારૂ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં 25 હજાર જેટલા દર્શકો આવ્યા હતા. અને એક પણ અસુવિધાની બુમો ઉઠી ન્હતી. આ મેનેજમેન્ટની BCCI દ્વારા સકારાત્મક નોંધ લેવામાં આવી છે. જેથી હવે વિમેન્સ IPL ની મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમને ફળવાય તે માટેનું આયોજન વિચારણા હેઠળ છે.
નિર્ણય રવિવારે મળનારી BCCI ની AGM લેવામાં આવશે
દેશભરમાં ક્રિકેટના IPL ફોરમેટને ખુબ જ ક્રેઝ છે. 21 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધીમાં વિમેન્સ IPL ની મેચો રમાનાર છે. જે માટેના વેન્યુ લિસ્ટમાં વડોદરાને સ્થાન આપવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. વડોદરાને વિમેન્સ IPL ની ફાઇનલ મેચ મળે તેવી શક્યતાઓ હાલ ઉજળી થતી જોવા મળી રહી છે. આ અંગેનો નિર્ણય રવિવારે મળનારી BCCI ની AGM લેવામાં આવશે. તેવું સુત્રોનું જણાવવું છે. કોટંબી સ્ટેડિયમમાં IPL મેચ જોવા માટે માત્ર વડોદરાવાસીઓ જ નહીં પરંતુ આખુ ગુજરાત આતુર છે. આ અંગે રવિવારે શું નિર્ણય સામે આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : શહેર પોલીસના 8 ડિવિઝનમાં ક્રાઇમ સીન મેનેજરની નિમણૂંક