Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભારતીય સેનાના સિપાહી પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ

VADODARA : ફરિયાદી બાજુના મકાનમાં અંદર સંતાઇ ગયા, દરમિયાન આરોપીએ જાળીનો નકુચો તથા ઉપરનો ભાગ તોડીને ઘરમાં પેટ્રોલ છાંટીને આગ લગાડી
vadodara   ભારતીય સેનાના સિપાહી પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ભાદરવા પોલીસ મથક (BHADARVA POLICE STATION - VADODARA RURAL) ની હદમાં ભારતીય સેનાના સિપાહી પર પેટ્રોલ છાંટીને સળગાવી દેવાના પ્રયાસની ચકચારી ઘટના સામે આવી (INDIAN ARMY SIPAHI FACE BURNING ATTEMPT BY PETROL - VADODARA) છે. આ ઘટનામાં આગથી બચવા ઘરની બહાર નીકળવા જતા આરોપીઓએ પથ્થર વરસાવ્યા હતા. આખરે પોલીસ આવી જતા હુમલાખોરો નાસી છુટ્યા હતા. આ મામલે ચાર સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મને શા માટે મારવો છે તે પુછવા શોધતા હતા

વડોદરા ગ્રામ્યમાં આવતા ભાદરવા પોલીસ મથકમાં કમલેશ મેઘરાજ પરમાર એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ભારતીય સેનામાં સિપાહી તરીકે 14 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. હાલ તેઓનું પોસ્ટીંગ હિમાચલના કસૌલી ખાતે છે. તેઓ રજા ગાળવા માટે કાકાની દિકરીના પરિવાર સાથે આવતા હોય છે. 7, જાન્યુઆરીના રોજ તેઓ રજા પર ઘરે આવ્યા હતા. તાજેતરમાં તેમના બનેવી ભાવેશભાઇ અશોકભાઇ સોલંકીએ તેમના મિત્ર અંકીતસિંહ દલપતસિંહ મહિડાનું રેકોર્ડિંગ સંભળાવ્યું હતું. જેમાં તેઓ ફરિયાદી રજા પર આવે ત્યારે મારવાનું કહેતા હતા. ત્યારથી અંકિતભાઇ મને શા માટે મારવો છે તે પુછવા તેઓ શોધતા હતા.

Advertisement

તેમણે તમારા ઘરે બોલાવ્યા છે

તાજેતરમાં બપોરના સમયે ફરિયાદીએ અંકિતભાઇને ફોન કર્યો હતો. અને કહ્યું કે, હું મારા ઘરે છું, તમે મને મળવા આવજો. બાદમાં સાંજના સમયે ફરિયાદીના બનેવી ઘરે આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, અંકિતભાઇનો ફોન આવ્યો હતો. તેમણે તમારા ઘરે બોલાવ્યા છે. ત્યાર બાદ અંકિતભાઇ તથા અમિતભાઇ અને અન્ય ઘરની સામે આવ્યા હતા. જે બાદ બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં અંકિતભાઇને વાગી ગયું હતું. અને તેઓને દવાખાને લઇ ગયા હતા.

Advertisement

બળવાની બીકે ફરિયાદી બહાર નીકળતા પથ્થરમારો કરાયો

તેવામાં અંકિતભાઇના કુટુંબીજનો વિજયસિંહ પ્રભાતસિંહ મહીડા હાથમાં ધારીયું લઇને તથા ધનરાજસિંહ હિતેશસિંહ મહીડા, કિશનસિંહ વિનોદસિંહ મહિડા, તથા અમિતસિંહ વિજયસિંહ મહિડા ફરિયાદીને મારવા માટે આવ્યા હતા. જેથી ફરિયાદી બાજુના મકાનમાં દરવાજો બંધ કરીને અંદર સંતાઇ ગયા હતા. દરમિયાન તેમણે જાળીનો નકુચો તથા ઉપરનો ભાગ તોડીને ઘરના અંદર પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી હતી. અને ફરિયાદીને જાનથી મારી નાંખવાની કોશિષ કરી હતી. જેમાં ભાવેશભાઇ દાઝી ગયા હતા. બળવાની બીકે ફરિયાદી બહાર નીકળવા ગયા તો તેમના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. દરમિયાન પોલીસ આવી જતા હુમલાખોરો નાસી છુટ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે વિજયસિંહ પ્રભાતસિંહ મહીડા, ધનરાજસિંહ હિતેશસિંહ મહીડા, કિશનસિંહ વિનોદસિંહ મહિડા, તથા અમિતસિંહ વિજયસિંહ મહિડા (તમામ રહે. રણજીતનગર, સાવલી) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો --- VADODARA : DJ ના અવાજથી ગાયો ભડકી, વરઘોડામાં ઘૂસતા અનેક ઘાયલ

Tags :
Advertisement

.

×