Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભાયલી ગેંગ રેપ કેસમાં બે આરોપીઓની જામીન અરજી નામંજુર

VADODARA : અગાઉ પોલીસ દ્વારા આરોપીઓની જામીન અરજી મંજુર નહીં કરવા માટે અરજી સોગંદનામું રજુ કરવામાં આવ્યું હોવાનું કોર્ટ સુત્રો જણાવી રહ્યા છે.
vadodara   ભાયલી ગેંગ રેપ કેસમાં બે આરોપીઓની જામીન અરજી નામંજુર
Advertisement

VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) માં નવરાત્રીના બીજા નોરતે ભાયલીમાં મિત્ર સાથે બેઠેલી સગીરા પર ગેંગ રેપની (VADODARA - BHAYLI GANG RAPE CASE) ઘટના સામે આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) આ ગુનામાં તમામ આરોપીઓને ગણતરીના સમયમાં દબોચી લીધી હતા. કુલ આરોપીઓ પૈકી ગેંગ રેપની ઘટના પહેલા જ સ્થળ પરથી જતા રહેલા બે આરોપીઓ દ્વારા તાજેતરમાં વડોદરાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. જેને કોર્ટે નામંજુર કરી છે. અગાઉ પોલીસ દ્વારા આરોપીઓની જામીન અરજી મંજુર નહીં કરવા માટે અરજી સોગંદનામું રજુ કરવામાં આવ્યું હોવાનું કોર્ટ સુત્રો જણાવી રહ્યા છે.

ગણતરીના સમયમાં જ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા

વડોદરામાં બીજા નોરતે ગેંગ રેપની ઘટના બની હતી. ભાયલી વિસ્તારમાં પોતાના મિત્ર સાથે વાતો કરતી સગીરાની બે બાઇક પર આવેલા પાંચ નરાધમો દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ એક બાઇક પર આવેલા બે શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે અન્ય ત્રણ દ્વારા સગીરાના મિત્રને બાજુમાં પકડી રાખીને તેના પર સામુહિક દુષકર્મ ગુજાર્યું હતું. આ મામલે મળસ્કે પીડિતા પોલીસ મથક પહોંચી હતી. અને તેણીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી. અને ગણતરીના સમયમાં જ આરોપીઓને તેમના નિવાસ સ્થાનેથી દબોચી લેવામાં આવ્યા હતા.

Advertisement

બંનેએ અત્રેની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી

આ ઘટનામાં તપાસ આરોપી મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા, શાહરૂખ કિસ્મતઅલી બંજારા, સૈફઅલી મહેંદીહસન બંજારા, અજમલ સતાર બંજારાની ધરપકડ કરી હતી. આરોપીઓ પૈકી સૈફઅલી મહેંદીહસન બંજારા, અજમલ સતાર બંજારા તેમની બાઇક પર સ્થળ પર આવ્યા હતા. તેઓ દુષકર્મ પહેલા જ ત્યાંથછી નીકળી ગયા હતા. બાકીના ત્રણ દ્વારા સગીરા પર દુષકર્મ ગુજારવામાં આવ્યું હતું. તાજેતરમાં બંનેએ અત્રેની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જેને કોર્ટે નકારી કાઢી છે.

Advertisement

બંને આરોપીઓની જવાબદારી અન્ય ત્રણને ગુનો કરતા રોકવની હતી

કોર્ટ સુત્રોના જણાવ્યા અનુસાર, જામીન અરજીની સુનવણી દરમિયાન કોર્ટે ખાસ નોંધ્યું હતું કે, બંને આરોપીઓની જવાબદારી અન્ય ત્રણને ગુનો કરતા રોકવની હતી. અને પોલીસને જાણ કરવાની હતી. પરંતુ તેમણે તેમ કર્યું નથી. જેથી આ ગંભીર ગુનામાં તેમની હિસ્સેદારી છે, માટે જામીન મંજુર કરી શકાય નહીં.

આ પણ વાંચો -- કોંગ્રેસ જીતી ગઇ હોત VAV વિધાનસભા, આ 5 ભૂલ ભારે પડી

Tags :
Advertisement

.

×