VADODARA : આવાસના મકાનોમાં દરોડા, આડેધડ નોટીસો ફટકારતા સ્થાનિકોમાં રોષ
VADODARA : વડોદરા (VADODARA) ના બીલ ગામમાં આવેલા PMJAY બીલ અર્બન રેસીડેન્સી - 01 ના આવાસ યોજનાના મકાનો (BILL PMJAY - AWAY HOUSE) માં વુડાની ટીમે દરોડા પાડ્યા હતા. જે મકાનો બંધ હતા, અથવા જ્યાં ભાડુઆત રહેતા હતા, ત્યા નોટીસો પાઠવવામાં આવી છે. વહેલી સવારે કરેલી કામગીરીમાં કેટલાક એવા મકાનો પણ છે, જેમાં સ્થાનકો જ રહે છે. અને સવારે તેઓ નોકરી પર ગયા હતા. આ મકાનોને નોટીસ પાઠવવામાં આવતા તંત્રની આડેધડ કામગીરીને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આશરે દોઢસો જેટલા મકાનોને નોટીસ પાઠવવામાં આવી છે. અહિંયા કુલ 11 ટાવર આવેલા છે, જેમાં 530 થી વધુ મકાનો છે.
આ પ્રકારે હેરાનગતિ નહીં કરવા માટે સ્થાનિકો એકસૂર
વડોદરાના બીલમાં સરકારી આવાસના મકાનોમાં આજે ટીમો દરોડા પાડ્યા હતા. દરોડામાં જે મકાન બંધ અથવા તો ભાડુઆત રહેતા હોય ત્યાં નોટીસ પાઠવવામાં આવી છે. મોટા ભાગના બંધ મકાનોમાં લોકો રહે છે. અને સવાર પડે તેઓ નોકરી-ધંધાઅર્થે બહાર ગયા હતા. જેના કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રકારે હેરાનગતિ નહીં કરવા માટે સ્થાનિકો એકસૂરે જણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, આવાસ યોજનામાં મકાન મેળવીને તેને ભાડે આપી દેવાનું, અથવા તો ત્યાં રહેવા નહીં જવાની વ્યાપક ફરિયાદો ઉઠતા અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
કામ-ધંધાઅર્થે ગયા હોય, અને ઘર બંધ હોય ત્યાં પણ નોટીસો લાગી ગઇ
સ્થાનિક જયેશ પરમારએ મીડિયાને જણાવ્યું કે, આ બિલ ટીપી - 1, અર્બન રેસીડેન્સી - 1 છે. સવારે વુડાની ટીમ આવીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે કોઇ ભાડે રહેતું હોય, તથા મકાન બંધ હોય તેવાના ઘરે નોટીસ ફાળવવામાં આવી છે. આમાં કેટલાક ઘરોમાં જ્યાં લોકો રહે છે, ત્યાં પણ નોટીસો લાગી ગઇ છે. લોકો કામ-ધંધાઅર્થે ગયા હોય, અને ઘર બંધ હોય ત્યાં પણ નોટીસો લાગી ગઇ છે. વુડાના અધિકારીઓએ એવો ટાઇમ પસંદ કરવો જોઇએ, જેના કારણે તેઓ રહીશોને મળી શકે. મકાન માલિકે જાતે જ રહેવું જોઇએ. સરકારે ફોર્મ ભરાવ્યા ત્યારે જ જણાવ્યું હતું કે, આ મકાન રહેવા માટે છે. ભાડે કે વેચાણ કરવા માટેના નથી. 7 વર્ષની મુદત આપવામાં આવી છે.
આવું તો કંઇ ચાલતું હોય
સ્થાનિક મહિલા હંસાબેન તિવારીએ જણાવ્યું કે, હું બિલ આવાસમાં રહું છું. હું રૂ. 500 નો ખર્ચ કરીને દોડીને આવી છું. મારા ઘરે ચેકીંગ કરીને સીલ મારી દીધું છે. હવે મારે બહાર બેસવું પડશે. પૈસા ભરાઇ ગયા, દસ્તાવેજ કરી દેવામાં આવ્યો, છતાં બધું થઇ ગઇ. હું સવારે નોકરી પર ગઇ હતી. આવું તો કંઇ ચાલતું હોય.
આ પણ વાંચો -- VADODARA : વાસણા રોડ પર બ્રિજને લઇને મક્કમ તંત્રને મનાવવા લોકોનો વધુ એક પ્રયાસ