Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "વોટ આપ્યો એ અમારી ભુલ થઇ ગઇ", પૂર પીડિતે કોર્પોરેટરને સંભળાવી દીધું

VADODARA : વડોદરા (VADODARA) માં કડક બજાર વિસ્તારમાં ભાજપ કાર્યાલયથી બે મીનીટના અંતરે આવેલી સોસાયટીમાં પૂર સમયે અને પૂરના પાણી ઓસર્યા બાદ લોકોની મદદે કોઇ આવ્યું નથી. આ વાતને લઇને તમામમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે...
vadodara    વોટ આપ્યો એ અમારી ભુલ થઇ ગઇ   પૂર પીડિતે કોર્પોરેટરને સંભળાવી દીધું

VADODARA : વડોદરા (VADODARA) માં કડક બજાર વિસ્તારમાં ભાજપ કાર્યાલયથી બે મીનીટના અંતરે આવેલી સોસાયટીમાં પૂર સમયે અને પૂરના પાણી ઓસર્યા બાદ લોકોની મદદે કોઇ આવ્યું નથી. આ વાતને લઇને તમામમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાને ઘેરીવળીને તેમને ખરીખોટી સંભળાવી દીધી હતી. સ્થાનિક મહિલાએ તો આક્રોષિત થઇને ત્યાં સુધી કહી સંભળાવ્યું કે, અમારી જોડે ઓરમાયું વર્તન કેમ. અમે જાતે સફાઇ કરી છે. કોઇ પક્ષનું આવ્યું નથી. તંત્ર ખાડે ગયું છે. વોટ આપ્યો એ અમારી ભુલ થઇ ગઇ છે.

Advertisement

અમે બધાના ઘરોમાંથી પાણી ઉલેચ્યું છે

ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલી શ્રીજી હાઉસીંગ સોસાયટીમાં સરકાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં નહી આવતા લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. અને તેમને ભાજપના કોર્પરેટર જાગૃતિબેન કાકાને ખરીખોટી સંભળાવી દીધી છે. સ્થાનિક દિનેશભાઇ પટેલે જણાવ્યું કે, ચાર દિવસ પાણી આવ્યું, બધા ઘરોમાં ભરાયું હતું. અત્યારે કોર્પોરેટર આવ્યા તે બતાવે છે કે, મેં આ કર્યું, મેં તે કર્યું. સોસાયટી સાફ કરી. સોસાયટી કોઇએ સાફ નથી કરી, અમે જ કરી છે. અમે બધાના ઘરોમાંથી પાણી ઉલેચ્યું છે. કોઇ જોવા આવ્યું નથી. કોઇને પુછ્યું નથી કેટલું નુકશાન થયું. તેમને એમ જ છે કે, ભાજપ આપણું છે, આ લોકો આપણા જ છે. આપણને વોટ મળવાના છે. આ વખતે અમે મીટિંગ કરીને ભાજપ હટાવવાની વાત ચાલી રહી છે. આ બહુ સ્પષ્ટ વાત છે. બધાય ઓફીસમાં આરામથી બેસી રહે છે. આ રસ્તે બે મીનીટ જ દુર કાર્યાલય છે. સોસાયટીની બહાર તો આખા ડુબી જવાય તેટલું પાણી હતું.

Advertisement

શું અમે ટેક્સ કે બિલ નથી ભરતા

સ્થાનિક મહિલા કૃતિકા પટેલે જણાવ્યું કે, બે મારા નાના છોકરા હતા. ઢીંચણ સુધીનું પાણી હતું, કોઇ પુછવા નથી આવ્યું. અન્ય મહિલા જયશ્રીબેન પટેલે જણાવ્યું કે, અમે શ્રીજી હાઉસીંગ સોસાયટીમાં રહીએ છીએ. પૂર સમયે 4 દિવસ લાઇટ, પાણી અને દુધ વગર કાઢ્યા છે. કોઇ જોવા નથી આવ્યું, કોઇ પુછવા નથી આવ્યું. અહિંયા કોઇ કેશડોલ નહી અને કોઇ દવા નથી પરખાવી. અમે ભાજપને વોટ આપીએ છીએ. શું અમે ટેક્સ કે બિલ નથી ભરતા. અમારી જોડે ઓરમાયું વર્તન કેમ. અમે જાતે સફાઇ કરી છે. કોઇ પક્ષનું આવ્યું નથી. તંત્ર ખાડે ગયું છે. વોટ આપ્યો એ અમારી ભુલ થઇ ગઇ છે.

Advertisement

પૂર રાહત અને કેશડોલ બાકી છે, તે તમામને મળશે

આ અંગે જાગૃતિબેન કાકાએ જણાવ્યું કે, પૂરના પાણી ઓસરી ગયા બાદ ખુબ ગંદકી હતી. બધી જ જગ્યાએ સફાઇ થઇ છે. આ સોસાયટીના લોકોએ જાતે મહેનત કરી છે. આ સોસાયટીના લોકોને હું દંડવત પ્રણામ કરું છું. સોસાયટીવાળાઓએ ખાનગી માણસ સફાઇ માટે રાખવાનો હોય છે. સુપરવાઇઝરને આ અંગે પુછ્યું તો તેમણે કહ્યું કે, અમે જ્યારે ગયા ત્યારે ત્યાં સફાઇ થઇ ચુકી હતી. હજી અમુક જગ્યાએ સેવા વસ્તીમાં પણ સર્વે બાકી છે. વારાફરથી સર્વે કરી રહ્યા છે. જે માણસો મુકેલા છે, તેમને બધો વિસ્તાર ખબર ના હોય એટલે પુછીપુછીને જઇ રહ્યા છે. જેની પૂર રાહત અને કેશડોલ બાકી છે, તે તમામને મળશે.

આ પણ વાંચો -- VADODARA : "જે ભાષામાં સમજણ પાડવી હોય તે પાડી દેજો", કોર્પોરેટર આક્રમક બન્યા

Tags :
Advertisement

.