VADODARA : પાલિકાએ વાત ધ્યાને ના લેતા કોર્પોરેટરે સર્કલનું નામકરણ કરી દીધું
VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી તળાવ પાસેના ચાર રસ્તા પર આવેલા સર્કલ પર બિલ્ડર જુથ સનસિટી ગ્રુપ દ્વારા કોઇ પણ પૂર્વ મંજુરી વગર તેમની તકતી મારીને સર્કલ બનાવી દેવામાં આવ્યું હતું. જો કે, આ વાત અગાઉ વોર્ડ નં - 10 ના કોર્પોરેટર નિતીન દોંગા (VADODARA BJP CORPORATOR - NITIN PATEL DONGA) ના ધ્યાને આવતા તેમણે અન્ય કોર્પોરેટર સાથે મળીને આ સર્કલ પર કેસરી સ્ટીકર મારી દીધું હતું. ત્યાર બાદ તાજેતરમાં બિલ્ડર દ્વારા તેનો રંગ બદલવાનો પ્રયત્ન કરતા કોર્પોરેટર રોષે ભરાયા હતા. અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લાઇવ આવીને બિલ્ડરને ચોખ્ખા શબ્દોમાં ચીમકી આપી હતી. અને ગોત્રી તળાવ પાસેના સર્કલનું નામ પારેશ્વર મહાદેવ સર્કલ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ આ સર્કલથી વાસણા તરફ જતા આવતા સર્કલનું નામ લાલ ગુરૂ સર્કલ કર્યું હોવાનું જણાવ્યું હતું. અગાઉ તેઓ આ અંગે કોર્પોરેશનમાં રજુઆત કરી ચુક્યા છે. પરંતુ તેમની વાત કોઇએ ધ્યાને લીધી ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
હું જો જાહેરમાં કહું તો, હિંદુ સંગઠનો સમીર શાહને ઘરે જઇને મારે
વડોદરાના ભાજપના કોર્પોરેટર નિતીન દોંગાએ તેમના સોશિયલ મીડિયા લાઇવમાં કહ્યું કે, સનસિટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ કદાચ અહમદશાહ અબ્દાલીના વારસદાર હોય તેવું વર્તન કરી રહ્યા છે. દિવાળીની મોડી રાત્રે અમે જે સર્કલ પર કેસરી કલર લગાવ્યો હતો, તે કેસરી કલર હટાવીને, ત્યાં લીલો કલર કરવા આવ્યા હતા. ત્યારે તેમણે તેમની હૈસિયત બતાવી દીધી હતી. ફરી એક વખત બે દિવસ પહેલા તેણે એવું કૃત્ય કર્યું છે, તે હું જો જાહેરમાં કહું તો, હિંદુ સંગઠનો સમીર શાહને ઘરે જઇને મારે. ફરી એક વખત સનસિટીના માલિકને કહેવા માંગુ છું, આ સર્કલને અમે પારેશ્વર મહાદેવ સર્કલ નામ આપ્યું છે.
નિલાંબર સર્કલનું નામ લાલ ગુરૂ સર્કલ કરવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ પ્લેટને હાથ અડાડવાનો પ્રયત્ન ના કરતા. નહીં તો મારો મહાદેવ તમારા અહમદશાહ અબ્દાલી જ્યાં દફન છે, ત્યાં દફન કરી દેશે. ફરી એક વખત ચેતવણી આ સર્કલ હંમેશા કેસરી રંગથી રંગાયેલુ રહેશે. અને આ સર્કલનું નામ પારેશ્વર મહાદેવ સર્કલ રહેશે. સાથે સાથે આ સર્કલથી વાસણા ગામ તરફ જતા જે સર્કલ આવેલું છે, તેનું હું નામકરણ લાલગુરૂ સર્કલ તરીકે કરૂં છું. આ અંગે 24 કલાકનું અલ્ટીમેટમ છે. જે બિલ્ડરે પોતાના નામની તક્તી મારી છે, તે ઉખાડી નાંખે. નહીં તો ફેંકી દેવામાં આવશે. નિલાંબર સર્કલનું નામ લાલ ગુરૂ સર્કલ કરવામાં આવે છે.
આ પણ વાંચો -- Junagadh : ગાદી માટે ઘમાસાણ! હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢીશ: મહેશગીરી બાપુ