VADODARA : BJP નેતાના પૂત્રની કરપીણ હત્યા મામલે ચાર્જશીટ દાખલ
VADODARA : વડોદરાના પૂર્વ કોર્પોરેટર અને હાલના ભાજપના નેતા રમેશ રાજાના પુત્ર તપન પરમારની બાબર પઠાણે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા (VADODARA EX BJP CORPORATOR SON TAPAN PARMAR MURDER CASE) કરી દીધી હતી. જે મામલે રાવપુરા પોલીસ મથક (RAOPURA POLICE STATION) અને કારેલીબાગ પોલીસ મથક (KARELIBAUG POLICE STATION) માં ફરિયાદ નોંધાઇ હતી. આ મામલાની કારેલીબાગ વિસ્તારમાં 18, નવે - 2024 ના રોજ બનેલી મારામારીના ઘટના અનુસંધાને કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ એસીપી એચ ડિવિઝન જી. બી. બાંભણીયાને સોંપવામાં આવી હતી.
121 સાક્ષીઓ ગુનામાં તપાસવામાં આવ્યા
આ મામલે તપાસમાં નજરે જોનાર સાહેદો, પંચનામા, એફએસએલના અધિકારીઓની સ્થળ તપાસ, એફએસએલના અહેવાલ, વોઇસ સ્પેટ્ર્રોગ્રાફી, ડીએનએ પ્રોફાઇલીંગ, સીસીટીવી એનાલિસીસ, વીડિયો ફૂટેજીસ એનાલિસીસ, સીડીઆર એનાલીસીસ સહિતના પુરાવાઓ મેળવવામાં આવ્યા હતા. આ મામલે રાવપુરા પોલીસ મથકમાં નોંધાચેલા ગુનામાં તમામ આરોપીઓ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. જેથી આરોપીઓ વિરૂદ્ધ સમયમર્યાદમાં ચાર્જશીટ ફાઇલ કરવા માટે નજરે જોનાર સાહેદો, પંચ, દાર્શનિક અને સંયોગિક પુરાવાઓ મળીને 121 સાક્ષીઓ ગુનામાં તપાસવામાં આવ્યા છે. આ સાથે પંચનામું, પીએમ નોટ, ઓળ પરેડ, એફએસએલ અભિપ્રાય, બનાવ સ્થળનો નક્શો, સહિતના દસ્તાવેજી પુરાવાઓ મેળવવામાં આવ્યા છે.
સ્પેશિયલ પબ્લીક પ્રોસીક્યુટરની નિમણુંક
આ કેસમાં પુરતા પુરાવાઓ હોવાથી આરોપી સામે 1,206 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. અને ખુનની કોશિશના ગુનામાં 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જેસીપી લીના પાટીલ અને ડીસીપી અભય સોનીના માર્ગદર્શનમાં તલસ્પર્શી ચાર્જશીટ કરવામાં આવી છે. આ મામલે અસરકારક પ્રોસીક્યુશન માટે સ્પેશિયલ પબ્લીક પ્રોસીક્યુટર તરીકે વિદ્વાન ધારાશાસ્ત્રી નીતિન ભાવસારની નિમણુંક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હત્યાની ઘટનાને પગલે શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલે જેમ સમયમર્યાદામાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. તેમ જલ્દી ચુકાદો પણ આવે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે. હવે, આ મામલે કોર્ટ સુનવણી પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો -- Surat: હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવા મુસ્લિમ યુવક બન્યો હિન્દુ


