VADODARA : ટ્રાફિક સુરક્ષાના કાર્યક્રમમાં રીક્ષા ચાલકોને આડેહાથ લેતા ધારાસભ્ય
VADODARA : વડોદરા સહિત દેશભરમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આ વચ્ચે તાજેતરમાં શહેરની અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ (BJP MLA CHAITANYA DESAI - AKOTA, VADODARA) ની હાજરીમાં એક ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમ દરમિયાન તેમણે રીક્ષા યુનિયના પ્રતિનિધિને આડેહાથ લીધા હતા. અને મીટર સિવાય ઉંચા ભાડા વસુલવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. જો કે, બાદમાં પ્રતિનિધિ દ્વારા તેમની સમસ્યા ધારાસભ્યને વિગતવાર જણાવતા તેમણે તેના ઉકેલની ખાતરી આપી હતી.
માંડવીથી અલકાપુરી આવાના રૂ. 200 થશે, આવું થોડી ચાલે..!
કાર્યક્રમમાં રીક્ષા યુનિયન સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ આવ્યા હતા. તેમની સાથે જાહેરમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ અને પ્રતિનિધિ વચ્ચે ટુંકો સંવાદ થયો હતો. જેમાં ચૈતન્ય દેસાઇએ પુછ્યું કે, રીક્ષા યુનિયનમાંથી આવ્યા છો, તે વાત સાચી, મીટરથી કેટલા રીક્ષા ચલાવે છે ? બહુ કમ્પલેઇન આવે છે કે, રીક્ષા ચાલકો આડેધડ પૈસા કાપે છે, કોઇ મીટરથી નથી ચાલતું. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર હોય તો ઠીક છે, પરંતુ તમે માંડવીથી અલકાપુરી આવાના રૂ. 200 થશે, આવું થોડી ચાલે..!. તેમાં તમે કોઇ વિચાર કરો. ચૈતન્ય દેસાઇએ શરૂઆતમાં મીટરથી રીક્ષા ચલાવવા અંગે સવાલ પુછતા જ કાર્યક્રમ સ્થળે તાળીઓનો ગળગળાટ સાંભળવા મળ્યો હતો.
પોલીસની મદદથી તેનો ઉકેલા આવે તેવા પ્રયાસો કરીશું
બાદમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં જણાવ્યું કે, તેમની વાત સાચી છે. તે લોકોના મીટર ખરીદવામાં આવે છે, અને જે સર્ટીફીકેટ લઇને વાપરવામાં આવે છે. તેના પછી સર્વિસ કે વોરંટ મળતી નથી. જેથી તેમને તકલીફ પડે છે. જેથી મેં તેમને પુછ્યું કે, તમે મીટરથી ભાવ લો છો, કે કેવી રીતે લો છો. તેનાથી આ વિષય સામે આવ્યો છે. તેમની જે કોઇ સમસ્યા છે, સંબંધિત ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડીને, પોલીસની મદદથી તેનો ઉકેલા આવે તેવા પ્રયાસો કરીશું. આનાથી માત્ર રીક્ષા ચાલકોને જ નહીં, પરંતુ વડોદરાની પ્રજાને પણ મોટો ફાયદો છે.
આ પણ વાંચો --- VADODARA : શહેરની એક એવી દુકાન જેનો નફો ગાંધીજીને મોકલાતો હતો


