VADODARA : 'વડોદરામાં અધિકારીઓ આવતા ગભરાય છે', સિનિયર ધારાસભ્યનો કટાક્ષ
VADODARA : ગતસાંજે વડોદરા શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોની ચોરાયેલી વસ્તુઓ તેના મૂળ માલિકને પરત આપવામાં આવી હતી. આ તકે સાંસદ, સ્થાનિક ધારાસભ્ય, મેયર, સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમિયાન સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે સંબોધનમાં કહ્યું કે, વડોદરામાં અધિકારીઓ નોકરી માટે આવતા ગભરાય છે. જેને પગલે આમ તો હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં લોકોના કિંમતી ઘરેણાથી લઇને લેપટોપ સુધીની વસ્તુઓ પરત કરવામાં આવી હતી. જે તમામની અંદાજીત કુલ કિંમત રૂ. કરોડોમાં આંકવામાં આવી રહી છે. (BJP MLA YOGESH PATEL THOUGHTS ON GOVT OFFICER FEAR TO COME CITY - VADODARA)
3.32 કરોડની કિંંમતનો સામાન પરત કરવામાં આવ્યો
વડોદરા શહેર પોલીસ દ્વારા લોકોની ગુમ થયેલી, ચોરાયેલી વસ્તુઓ શોધી કાઢીને તેને મૂળ માલિકોને પરત કરવા માટે તેરા તુજકો અર્પણ શિર્ષક હેઠળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી અનેક લોકોને તેમની ગુમ થયેલા / ચોરાયેલી કિંમતી વસ્તુઓ પોલીસે પરત અપાવી છે. ગતરોજ શહેરના માંજલપુર વિસ્તારમાં તેરા તુજકો અર્પણ નો મોટો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સાંસદ ડો. હેમાંગ જોષી, ધારાસભ્ય યોગેશ પટેલ, મેયર પિન્કીબેન સોની સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોના સોના-ચાંદીના ઘરેણા, ઇલેક્ટ્રીક ડિવાઇઝ, વાહનો મળીને કુલ 3.32 કરોડની કિંંમતનો સામાન પરત કરવામાં આવ્યો હતો.
ટીમ VMC વચ્ચે બધુ સારૂ નથી ચાલી રહ્યું
આ તકે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા કરવામાં આવેલા નિવેદનને પગલે હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું, સાથે જ લોકોના મનમાં અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. યોગેશ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, વડોદરામાં અધિકારીઓ નોકરી માટે આવતા ગભરાય છે. હમણાં મેં સિચાઇ વિભાગની સચિવને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે કહ્યું હતું. તે બાદ મેં તેમને વડોદરા આવવા જણાતા તેમણે ના પાડી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ વડોદરા પાલિકાની ટીમ VMC વચ્ચે બધુ સારૂ નથી ચાલી રહ્યું. તેમના વચ્ચેનો આંતરિક ખટરાગ સામે આવ્યો હતો. જે માંડ શાંત થયો હોય તેમ દેખાય છે. તે વચ્ચે ધારાસભ્યનું આ નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો --- Bhavnagar : પાલીતાણામાં હસ્તગીરી ડુંગર પર લાગી આગ, તંત્ર થયું છે અલર્ટ