ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : BJP MLA ની જમીનની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુલતવી

VADODARA : પાલિકાના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, નિયમ મુજબ 18 ટકા વ્યાજ લેવું પડે, નહીં તો અન્ય પણ વ્યાજ માફી માંગી શકે છે
11:56 AM Feb 08, 2025 IST | PARTH PANDYA
VADODARA : પાલિકાના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, નિયમ મુજબ 18 ટકા વ્યાજ લેવું પડે, નહીં તો અન્ય પણ વ્યાજ માફી માંગી શકે છે

VADODARA : વડોદરા ગ્રામ્યની વાઘોડિયાની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (BJP MLA DHARMENDRASINH VAGHELA - VADODARA) ની કંપનીએ અગાઉ માંજલપુરમાં પાલિકાનો પ્લોટ હરાજીમાં ખરીદ્યો હતો. તે સમયે માત્ર ટોકન રૂપિયા ભરીને બાકીના પૈસા ભરવામાં આવ્યા ન્હતા. હવે ચાર વર્ષે તેઓ રકમ ભરવાની તૈયારી દર્શાવી રહ્યા છે. અને તેમાં બે શરતોમાં સમજુતી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. આ દરખાસ્ત વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મુકવામાં આવી હતી. જેને મુલતવી કરી દેવામાં આવી છે. જેથી ધારાસભ્યએ આ મામલે હજી વાટ જોવી પડે તેમ લાગી રહ્યું છે.

બાકીના રૂ. 4.48 કરોડ નિયત સમયમર્યામાં ભરપાઇ કર્યા ન્હતા

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2020 માં પાલિકાના માંજલપુર ખાતેના પ્લોટની હરાજી કરવામાં આવી હતી. આ પ્લોટ હાલ ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કંપની રેડ ઓર્ગેનાઇઝેશન પ્રા. લી. એ હરાજીમાં મેળવ્યો હતો. જેની ટોકન રકમ રૂ. 10 લાખ ભરપાઇ કરવામાં આવી હતી. અને બાકીના રૂ. 4.48 કરોડ નિયત સમયમર્યામાં ભરપાઇ કર્યા ન્હતા. હવે ચાલુ વર્ષે ધારાસભ્યએ નાણાં ભરવાની અરજી કરી હતી. જેમાં હરાજીની શરતોમાં સમજુતી કરીને વ્યાજ સાથે નાણાં ભરપાઇ કરવાની દરખાસ્ત પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવી હતી.

આપણા ધારાસભ્ય છે, તેમની પાસેથી 6 ટકા વ્યાજ વસુલવું જોઇએ

આ મામલે ભાજપ કાર્યાલયે મળેલી સંકલનની બેઠકમાં 2 મહિલા ધારાસભ્યોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની તરફેણમાં પોતાનો પક્ષ મુક્યો હતો. તેમનું કહેવું હતું કે, આપણા ધારાસભ્ય છે, તેમની પાસેથી 18 ટકા નહીં 6 ટકા વ્યાજ વસુલવું જોઇએ. કોરોના કાળ હોવાથી તેમને વ્યાજમાં રાહત આપવી જોઇએ. જો કે, ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, નિયમ મુજબ 18 ટકા વ્યાજ લેવું પડે, નહીં તો અન્ય પણ વ્યાજ માફી માંગી શકે છે. આખરે આ મામલાને પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મુલતવી રાખી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો --- VADODARA : તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રચાર પર નિયંત્રણો લદાયા

Tags :
BJPdelaydharmendrasinhGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewslandMayMLAproposalVadodaravaghela
Next Article