Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ધારાસભ્ય દ્વારા સૂચિત કામોનું તેમની ગેરહાજરીમાં ખાતમૂહુર્ત નક્કી થતાં વિવાદ

VADODARA : સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ દ્વારા પાલિકાના પાંચેય પદાધિકારીઓએ સાથે મળીને નિર્ણયો લેવાનું સૂચન કર્યું હતું.
vadodara   ધારાસભ્ય દ્વારા સૂચિત કામોનું તેમની ગેરહાજરીમાં ખાતમૂહુર્ત નક્કી થતાં વિવાદ
Advertisement

VADODARA : વડોદરામાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લ દ્વારા રૂ. 21 કરોડના વિકાસ કાર્યોનું સૂચન કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત તેમની ગેરહાજરીમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને પગલે વિવાદ સર્જાયો હતો. આખરે આ કાર્યક્રમને રદ કરવો પડ્યો હતો. આ ઘટના રદ કરવા અંગે સ્થાનિક કોર્પોરેટરોનો જાણ કરવામાં નહીં આવતા તેએ સ્થળ પહોંચ્યા હતા. ત્યાર બાદ વધુ પૃચ્છા કરતા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું ખુલ્યુ હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ દ્વારા પાલિકાના પાંચેય પદાધિકારીઓએ સાથે મળીને નિર્ણયો લેવાનું સૂચન કર્યું હતું. પરંતુ ઉપરોક્ત કાર્યક્રમ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા અન્યને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ધારિત કરી દીધો હોવાનું જાણવા મળ્યુ હતું. (MLA PROPOSED PROJECT LAYING FOUNDATION PROGRAM CANCELED END MOMENTS - VADODARA)

તાજેતરમાં કામોને સ્થાયી સમિતિમાં મંજુરી મળી હતી

ધારાસભ્ય અને સરકારના દંડક બાળુ શુક્લ દ્વારા વિહાર ટોકીઝથી લઇને ઇદગાહ મેદાન સુધી રૂ. 6.30 કરોડના ખર્ચે આરસીસી રોડ, ગાજરાવાડી પાણીની ટાંકીથી પટેલ એસ્ટેટ થઇ યમુના મિલ તરફ રૂ. 5.43 કરોડના ખર્ચે રોડ, અને ડભોઇ રોડથી કપુરાઇ ટાંકી થઇ એસટીપી સુધી 18 મીટરનો રૂ. 9.34 કરોડના ખર્ચે રોડના કામનુું સૂચન કરવામાં આવ્યું હતું. જેને સ્થાયી સમિતિમાં મંજુરી મળી ગઇ હતી.

Advertisement

પાલિકાના મેયર-ચેરમેનની ઘેલછા છતી થઇ

આ કાર્યનું ખાતમૂહુર્ત નક્કી કરવા ટાણે ધારાસભ્ય ભૂલાયા હતા. તેમની ગેરહાજરીમાં સંકલન વગર જ મેયર અને ચેરમેન દ્વારા ખાતમૂહુર્ત નક્કી કરી દેવામાં આવ્યું હતું. અને 2 એપ્રિલના રોજ નિમંત્રણ પત્રિકા ધારાસભ્યો અને કાઉન્સિલરોને મોકલવામાં આવી હતી. આખરે આ અંગે પાલિકાના ત્રણ પદાધિકારઓ દ્વારા વિરોધ કરવામાં આવતા કાર્યક્રમ અંતિમ ઘડીએ રદ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે કાર્યક્રમના ખાતમૂહુર્તને લઇને પાલિકાના મેયર-ચેરમેનની ઘેલછા છતી થઇ છે. આ કાર્યક્રમ રદ કરવા અંગેનો સંદેશ કોર્પોરેટર સુધી નહીં પહોંચતા તેઓ નિયત સમયે સ્થળ પર પહોંચ્યા હતા.અને તેમણે વિલા મોંઢે પરત ફરવું પડ્યું હતું.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ફટાકડાના ગેરકાયદે સ્ટોકમાં આગ મામલે પોલીસ ફરિયાદ

Tags :
Advertisement

.

×