Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : BJP MLA નું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું

VADODARA : ધારાસભ્ય યોગેશ પટેલનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમના પરિચિતોનો સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાનો મામલો સપાટી પર આવ્યો છે
vadodara   bjp mla નું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું
Advertisement

VADODARA : વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL - VADODARA) નું બોગસ ફેસબુક એકાઉન્ટ (BOGUS FACEBOOK ACCOUNT - BJP MLA, VADODARA) બનાવીને તેમના પરિચિતોને મેસેજ મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લોકોને જાગૃત કરતી પોસ્ટ મુકી છે. અને બોગસ એકાઉન્ટ સાથે કોઇ પણ પ્રકારનો વહીવટી નહીં કરવા માટેનું સુચન કર્યું છે.

Advertisement

ધારાસભ્યએ પોતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વાત ઉજાગર કરી

વિતેલા કેટલાય સમયથી સાયબર ગઠિયાઓ દ્વારા નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામે બોગસ એકાઉન્ટ બનાવીને તેમની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવાના પ્રયત્નો કરવમાં આવી રહ્યા છે. આ સિલસિલો વર્ષ 2025 માં પણ જારી છે. તાજેતરમાં વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમના પરિચિતોનો સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. આ મામલે ધારાસભ્યએ પોતાના જ સાચા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ વાત ઉજાગર કરી છે. અને કોઇ પણ પ્રકારનો વહીવટી નહીં કરવા માટેનું સુચન કર્યું છે.

Advertisement

છેતરપીંડિની શક્યતા નહીવત જેટલી

જે ગઠિયા દ્વારા આ બોગસ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે, તે યોગેશ પટેલના સ્વભાવથી પરિચિત હોવાનો અંદાજ છે. યોગેશ પટેલ શિવભક્ત છે. અને તેઓ નવી વ્યક્તિને મળતા અથવા છુટ્ટા પડતા સમયે જય ભોલે કહેતા હોય છે. બોગસ એકાઉન્ટથી યોગેશ પટેલના નિકટના લોકોને જય ભોલે કહીને મેસેજ મોકલવામાં આવ્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. જો કે, આ વાતની જાણ ખુદ યોગેશ પટેલે લોકોને કરતા છેતરપીંડિની શક્યતા નહીવત જેટલી રહી જાય છે.

આ પણ વાંચો ---  VADODARA : સરકારી નાણાંનો અંગત ઉપયોગ કરનાર તલાટી કમ મંત્રી સામે ફરિયાદ

Tags :
Advertisement

.

×