VADODARA : બોડી બિલ્ડિંગ માટે યુવાનો સ્ટેરોઇડ ઇન્જેક્શનોના રવાડે ચઢ્યા
- યુવાધનને ઉંધા રવાડે ચઢાવતા જીમ ટ્રેનરની ચાલાકીનો પર્દાફાશ
- કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંકે આવવાની લાલચે પશુને અપાતું સ્ટેરોઇડ આપ્યું
- ઇન્જેક્શન લેવાના બંધ કર્યા તો સીધી ધમકી આપી દીધી
VADODARA : વડોદરા (VADODARA) માં બોડી બિલ્ડિંગ (BODYBUILDING) માટે સ્ટ્રેન્થ વધારવા માટે સ્ટેરોઇડના ઇન્જેક્શનોના રવાડે યુવાધન ચઢ્યું હોવાની ચોંકાવનારી માહિતી સપાટી પર આવી છે. પાવર લિફ્ટીંગ માં નામ અને મેડલ કમાવવા માટે જીમ ટ્રેનરો યુવાધનને સ્ટેરોઇડના પાટા પર ચઢાવી રહ્યા છે. જેમાં તેઓ સામાન્ય રીતે પશુઓને આપવામાં આવતા ઇન્જેક્શનો યુવાનોને આપરી રહ્યા છે. આ ઇન્જેક્શનો ગેરકાયદેસર સ્ટેરોઇડ (STEROID INJECTION) ની કેટેગરીમાં આવે છે, અને જો યોગ્ય તબિબિ માર્ગદર્શન હેઠળ ના લેવામાં આવે તો કાયમી બિમારી પણ આપી શકે છે. આ મામલો સપાટી પર આવ્યા બાદ, જીમમાં આ પ્રકારે ચાલતા કૌભાંડને ડામવા માટે તંત્ર શું પગલાં છે તે જોવું રહ્યું.
જીમ ટ્રેનર દ્વારા કમાવવાનો એક જરીયો બનાવી દેવાયો
દિવસેને દિવસે યુવાનોમાં પાવલ લિફ્ટીંગનો ક્રેઝ વધી રહ્યો છે. સોશિયલ મીડિયામાં બાવડા અને સીક્સ પેક વાળી બોડીના વીડિયોનું ચલણ વધવાથી યુવાનો તે તરફ વળી રહ્યા છે. જો કે, યુવાનોના આ ક્રેઝને જીમ ટ્રેનર દ્વારા કમાવવાનો એક જરીયો બનાવી દેવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને યુવાનોને સ્ટ્રેન્થ વધારવા માટે સ્ટેરોઇડના ઇન્જેક્શનના રવાડે ચઢાવી દેવામાં આવી રહ્યા છે.
મેં જે પણ કર્યું તે મારા સ્વાર્થ માટે કર્યું હતું
કેટલાક જીમ ટ્રેનરો તો પશુને આપવામાં આવતા સ્ટેરોઇડ ઇન્જેક્શન યુવાનોને આપવા પ્રેરી રહ્યા છે. ગત વર્ષે પાવર લિફ્ટીંગમાં ચોથા નંબરે આવેલા યુવકને આ રીતે નિશાન બનાવવામાં આવ્યો હતો. પ્રથમ ક્રમાંક હાંસલ કરવાના ઝાંસામાં લઇને જીમ ટ્રેનરે તેને ફસાવ્યો હતો. એક સમય બાદ યુવાને જ્યારે ઇન્જેક્શન લેવાનું બંધ કર્યું ત્યારે જીમ ટ્રેનર દ્વારા તેને ધાકધમકી આપવામાં આવી હતી. આખરે યુવકે આ બ્લેકમેઇલિંગના ખેલનો પર્દાફાશ કરતા જીમ ટ્રેનલ મિહિર તિરગરને પોતાની ભૂલનું ભાન થયું હતું. અંતે મિહિર તિરગરે સ્વિકાર્યું કે, મેં જે પણ કર્યું તે મારા સ્વાર્થ માટે કર્યું હતું. જે વસ્તું વેચતો હતો તે હવે નહીં વેચું.
આ પણ વાંચો --- VADODARA : ચોમાસા પૂર્વે તરાપાનું પૂજન કરાયું, તંત્ર પર વિશ્વાસનો અભાવ