ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ઝાયડસ કંપનીના કર્મીનું રહસ્યમય સંજોગોમાં મોત

VADODARA : મૃતકના સગાસંબંધી, પરિજનોને આધાર મળી રહે, તે માટે કંપની રકમ નક્કી કરવા માટે આગળ વાતચીત કરી રહી છે - પૂર્વ ધારાસભ્ય
02:20 PM Dec 22, 2024 IST | PARTH PANDYA
VADODARA : મૃતકના સગાસંબંધી, પરિજનોને આધાર મળી રહે, તે માટે કંપની રકમ નક્કી કરવા માટે આગળ વાતચીત કરી રહી છે - પૂર્વ ધારાસભ્ય

VADODARA : વડોદરાના પાદરામાં ઝાયડસ (ZYDUS COMPANY - PADRA, VADODARA) કંપીનીમાં કામ કરતા યુવક સહજસિંહ ભરતસિંહ પરમારને અચાનક છાતીમાં દુખાવાની સમસ્યા થતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. બાદમાં તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પરિજનો દ્વારા યોગ્ય વળતરની માંગ કરવામાં આવી હતી. પરિવારે આધાર ગુમાવ્યો હોવાથી સારૂ વળતર મળે તેવી આશા તમામ રાખી રહ્યા છે. આખરે ઉપરોક્ત મામલે પાદરા પોલીસ મથક (PADRA POLICE STATION) માં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. તે બાદ પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

જીવનતો અમુલ્ય છે, તેની કિંમત આંકી ના શકાય

આ તકે પરિવારની પડખે આવીને ઉભેલા પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે મીડિયાને જણાવ્યું કે, પાદરાના ડભાસા પાસે ઝાયડસ કેડિલા કંપની આવેલી છે. ત્યાં યુવકને છાતીમાં બળતરાની ફરિયાદ બાદ તેને સારવાર માટે લઇ જવામાં આવતો હતો. વચ્ચે જ લગભગ તેનું મોત નિપજ્યું છે. તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લવાયું છે. જીવનતો અમુલ્ય છે, તેની કિંમત આંકી ના શકાય. પરંતુ તેના સગાસંબંધી, પરિજનો છે, તેમને આધાર મળી રહે, કંપની સાથે વાતચીચ ચાલી રહી છે. કંપની રકમ નક્કી કરવા માટે આગળ વાતચીત કરી રહી છે.

પરિવારમાં હવે કોઇ સહારો રહ્યો નથી

પરિજને મીડિયાને જણાવ્યું કે, યુવકને ઝાયડસ કેડિલામાં છાતીમાં બળતરા થતા તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યું થઇ ગયું હતું. બાદમાં અમે પીએમ કરાવવાનું નક્કી કર્યું હતું. પરિવારમાં હવે કોઇ સહારો રહ્યો નથી. કંપની તરફથી વળતર અંગે કોઇ આશ્વાસન ગતસાંજ સુધી મળ્યું નથી. કોઇ અધિકારી પણ જોવા આવ્યો નથી. તેઓ કંપનીના કર્મચારીને એક મેમ્બર ગણતા હોય, તો તેના પરિવારને સહાયરૂપ થવું જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : પ્રતિબંધિત ચાઇનીઝ દોરા વેચનારા પર તવાઇ, મુન્ની ઝડપાઇ

Tags :
boyCompanyGujarat FirstGujarat NewsGujarati NewsinLifelostPadrasuspiciouslyVadodaraworkedZydus
Next Article