Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટુર્નામેન્ટમાં બ્રાહ્મણોએ પારંપરિક ધોતી-ઝભ્ભામાં ક્રિકેટ મેચ રમ્યા

VADODARA : ખાસ ટુર્નામેન્ટમાં શરૂઆતમાં ભૂદેવો પારંપરિક વસ્ત્રો ધોતિયું અને ઝભ્ભો પહેરીને રમ્યા હતા. અને સાથે જ સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવી હતી
vadodara   ટુર્નામેન્ટમાં બ્રાહ્મણોએ પારંપરિક ધોતી ઝભ્ભામાં ક્રિકેટ મેચ રમ્યા
Advertisement

VADODARA : આજથી વડોદરામાં બે દિવસીય ભૂદેવ ક્રિકેટ ટુર્નામેન્ટનું (SPECIAL BRAHMIN CRICKET TOURNAMENT - VADODARA) આયોજન કરવામાં આવ્યું છે. 150 ઘર ઓદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ખાસીયત છે કે, તેમાં શરૂઆતમાં ભૂદેવો પારંપરિક વસ્ત્રો ધોતિયું અને ઝભ્ભો પહેરીને રમ્યા હતા. અને સાથે જ સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓ સહજતાથી બોલીંગ અને બેટીંગ કરતા નજરે પડ્યા હતા. આ મેચને નજરે જોનાર આશ્ચર્યમાં મુકાયા હતા.

Advertisement

આ ટુર્નામેન્ટમાં ભૂદેવો સહજતાથી રમ્યા

વડોદરામાં 150 ઘર ઓદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ ક્રિકેટ એસોસિયેશન દ્વારા "ભૂદેવ ક્રિકેટ ટુર્નામેન્ટ"નું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય ટુર્નામેન્ટમાં ભૂદેવો દ્વારા ધોતી અને ઝભ્ભામાં સજ્જ થઇને ફટકાબાજી કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ પહેરવેશમાં ક્રિકેટ મેચ રમવું અઘરૂ હોય છે, જ્યારે આ ટુર્નામેન્ટમાં ભૂદેવો સહજતાથી રમ્યા હતા.

Advertisement

ખુબ આનંદ પૂર્વક તેઓ રમ્યા

આયોજક પૈકી એક કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ મીડિયાને જણાવ્યું હતું કે, લૂણાવાડા, સાવલી, જનોડ, મલેકપુર તથા અન્યત્રેથી ટીમો રમવા આવી છે. ખેલાડીઓ બ્રાહ્મણોના પોશાક ધોતી-ઝભ્ભામાં શરૂઆતની મેચ રમ્યા છે. ખુબ આનંદ પૂર્વક તેઓ રમ્યા છે. તેમણે તેમનો પોશાક રાખવો જ જોઇએ. હવે આગામી સમયમાં પણ જ્યારે મેચનું આયોજન કરાશે, તો પોશાક તે જ રાખવામાં આવશે.

અમે સામાજીક સમરસરાનો સંદેશો મોકલ્યો

અન્ય આયોજકે જણાવ્યું કે, ક્રિકેટ રમાડવા પાછળ સમાજનું એકત્રીકરણ છે. ભૂદેવો વેદોની રક્ષા અને સનાતન માટે આગળ વધી રહ્યા છે. આજે ભૂદેવના પહેરવેશમાં ક્રિકેટ રમ્યા છીએ. અને સંસ્કૃતમાં કોમેન્ટ્રી પણ આપી હતી. આ સાથે અમે સામાજીક સમરસરાનો સંદેશો મોકલ્યો છે. આ સાથે વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : પાણીની ટાંકીમાંથી ક્લોરીન લિકેજ અટકાવશે એબ્ઝોર્પશન સિસ્ટમ

Tags :
Advertisement

.

×