VADODARA : HIV ની વાત જાહેર કરવાનું કહી પૂર્વ પત્ની-પુત્રોએ રૂ. 18 લાખ પડાવ્યા
VADODARA : વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતા બિઝનેસમેન જોડેથી તેમની પૂર્વ પત્ની અને બે પુત્રોએ એચઆઇવીની બિમારીની વાજ સમાજમાં જાહેર કરવાની ધમકી આપીને રૂ. 18 લાખ પડાવ્યા છે. પૈસા આપ્યા બાદ પણ ધમકીનો સિલસિલો ચાલુ રહેતા આખરે મામલો વારસિયા પોલીસ મથક પહોંચ્યો છે. જ્યાં ફરિયાદીએ ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. (EX WIFE AND SON OF BUSINESSMAN ASK FOR MONEY, EXTORT IN THE NAME OF HIV INFORMATION SPREAD - VADODARA)
વર્ષ 2018 માં છુટા થયા
ફરિયાદીના લગ્ન સમાજના રીતિ-રિવાજ મુજબ વર્ષ 1988માં થયા હતા. તેમને પહેલી પત્નીથી બે સંતાન છે. લગ્નના 25 વર્ષ બાદ દંપતિ વચ્ચે મનમેળ ના થતા તેઓ વર્ષ 2018 માં છુટા થયા હતા. ત્યાર બાદ વર્ષ 2019 માં બિઝનેસમેનએ ફરી લગ્ન કર્યા હતા. એક વર્ષ બાદ તેમણે તેમાંથી છુટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ તેમણે ફરી લગ્ન કર્યા હતા. અને તેમની સાથે તેઓ રહેતા હતા.
રોકડા અને બેંક ટ્રાન્સફર મારફતે રૂ. 18 લાખ ચૂકવ્યા
ફરિયાદી જ્યારે પૂર્વ પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા. તે દરમિયાન તેમને એચઆઇવી હોવાનું નિદાન થયું હતું. ત્યારથી પૂર્વ પત્ની અને સંતાનો જોડે તેમને ખટરાગ વધ્યો હતો. જેથી તેમણે અલગ થઇને મિલકત પરિવારના નામે કરી દીધી હતી. ત્યાર બાદ બીજી પત્ની સાથે રહેતા હતા. આ સમયે પૂર્વ પત્ની અને સંતાનો દ્વારા તેમની બિમારી જાહેર કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરવામાં આવી હતી. જેથી તેમણે વર્ષ 2021 થી 2024 દરમિયાન પૂર્વ પત્ની અને સંતાનોને રોકડા અને બેંક ટ્રાન્સફર મારફતે રૂ. 18 લાખ ચૂકવ્યા હતા. પરંતુ ત્યાર બાદ પણ તેમનો ત્રાસ બંધ થયો ન્હતો. અને સતત ધમકી આપીને પૈસાની માંગણી કરવામાં આવી હતી. આખરે ઉપરોક્ત મામલે ત્રણ સામે વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ફિનાઇલ પીવાનો પ્રયત્ન કર્યો હતો
આ પહેલા બિઝનેસમેન કંટાળીને પોલીસ ભવન પહોંચ્યા હતા. જ્યાં ફિનાઇલ પીવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. જો કે, ત્યાં હાજર પોલીસ કર્મીઓ દ્વારા તેમને અટકાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આખરે બિઝનેસમેનની પૂર્વ પત્ની અને સંતાનો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : મગરની હાજરી વચ્ચે આડાશ મુકીને પાણીની લાઇનમાં સમારકામ