Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ફુલોથી તિરંગા થીમમાં સજાવેલી કારે રસ્તા પર આકર્ષણ જમાવ્યું

VADODARA : કારમાં માત્ર ડ્રાઇવીંગ સીટ પાસેના કાચને છોડીને તમામને ફૂલોથી ઢાંકી દેવામાં આવ્યા છે. આ ફુલોની પસંદગી ખાસ ધ્યાન રાખીને કરાઇ
vadodara   ફુલોથી તિરંગા થીમમાં સજાવેલી કારે રસ્તા પર આકર્ષણ જમાવ્યું
Advertisement

VADODARA : આજે વડોદરા (VADODARA) સહિત દેશભરમાં 76 માં પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી (76TH REPUBLIC DAY CELEBRATION - VADODARA) કરવામાં આવી રહી છે. ત્યારે આજે વડોદરાના રાજમાર્ગ પર એક અનોખી ફૂલોથી તિરંગા થીમમાં સજાવેલી કારે ભારે આકર્ષણ જમાવ્યું (CAR WITH UNIQUE TIRANGA STYLE FLORAL DECORATION CREATED BUZZ - VADODARA) છે. આ કારમાં માત્ર ડ્રાઇવીંગ સીટ પાસેના કાચને છોડીને તમામ જગ્યાને ફૂલોથી ઢાંકી દેવામાં આવ્યા છે. આ ફુલોની પસંદગી ખાસ ધ્યાન રાખીને કરવામાં આવી છે. જેના કારણે તિરંગાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવે છે. આ કાર ઉપર I LOVE INDIA પણ ફૂલોથી લખ્યું છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આ કારને ફેરવવાનું કાર માલિકનું આયોજન છે.

તે તરફના કાચને સુશોભનમાંથી બાકાત રાખવામાં આવ્યો

વડોદરા સહિત દેશભરમાં રંગેચંગે પ્રજાસત્તાક દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરામાં આજના પર્વની ઉજવણીમાં કંઇક વિશેષ જોવા મળી રહ્યું છે. શહેરના રાજમાર્ગ પર એક કાર ફરી રહી છે. આ કારને તમામ બાજુએથી ફુલોથી સજાવી દેવામાં આવી છે. ચાલકને ચલાવતા સમયે કોઇ તકલીફ ના પડે તે માટે તે તરફના કાચને સુશોભનમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આ સાથે જ કાર પર I LOVE INDIA લખવામાં આવ્યું છે. અને તેમાં દેશભક્તિના ગીતો વગાડીને અલગ અલગ વિસ્તારોમાં લઇ જઇ રહ્યા છે.

Advertisement

જય માતાજી ગ્રુપ દ્વારા આ કરવામાં આવ્યું છે

કાલ માલિક સુભાષ ઠાકોરએ મીડિયાને જણાવ્યું કે, તાંદલજામાં રહેતા અબ્દુલ ભાઇને આનંદ હતો. જેથી આ કારને 110 કિલો ફૂલથી શણગારવામાં આવી છે. અમારા જય માતાજી ગ્રુપ દ્વારા આ કરવામાં આવ્યું છે. આ વડોદરાના મોટા ભાગના વિસ્તારોમાં ફરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 150 જેટલા મગરોનું સ્થળાંતર કરાશે

Tags :
Advertisement

.

×