VADODARA : સરદાર એસ્ટેટ પાસે કારના કાચ તોડી દહેશત ફેલાવવાનો પ્રયાસ
VADODARA : શહેર (VADODARA CITY) ના સરદાર એસ્ટેટ વિસ્તારમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે. બહાર પાર્ક કરેલી એક થી વધુના કારના કાચ પથ્થર મારીને તોડી નાંખવામાં આવ્યા છે. કારમાંથી મોટા પથ્થરો પણ મળી આવ્યા છે. કોઇને નુકશાન પહોંચાડીને પીશાચી આનંદ લેનારા તત્વો સામે કાર માલિકે બાપોદ પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપી છે. હવે આ મામલે કેટલા સમયમાં પોલીસ આવારા તત્વો સુધી પહોંચે છે તે જોવું રહ્યું. હાલ આ ઘટનાના સીસીટીવી વીડિયોઝ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (CCTV VIRAL SOCIAL MEDIA) થવા પામ્યા છે.
કારમાંથી મસમોટો પથ્થર પણ મળી આવ્યો
વડોદરાના આજવા રોડ પર જાણીતું સરદાર એસ્ટેટ આવેલું છે. તેની પાસે આવેલી મારૂતિધામ સોસાયટીમાં રહેતા રહીશ જીગ્નેશ પટેલ દ્વારા પોતાના ઘર પાસે કાર પાર્ક કરવમાં આવી હતી. દરમિયાન રાત્રીના સમયે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થર મારીને કારના કાચ તોડી નાંખ્યા હતા. એટલું જ નહીં અન્ય વાહનોને પણ નુકશાન પહોંચાડ્યું હતું. કાર માહિલને ઘટનાની જાણ વહેલી સવારે થવા પામી હતી. કારમાંથી મસમોટો પથ્થર પણ મળી આવ્યો હતો. આખરે આ મામલે બાપોદ પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવી રહ્યું છે.
બીજી કારોને પણ તેમણે નુકશાન પહોંચાડ્યું
પીડિત કાર માલિકે જણાવ્યું કે, અમે કાર બહાર પાર્ક કરી હતી. ગઇ કાલે બે અજાણ્યા શખ્સોએ આવીને પથ્થર મારીને કાચને નુકશાન કર્યું છે. બીજી કારોને પણ તેમણે નુકશાન પહોંચાડ્યું છે. આ અંગે મેં બાપોદ પોલીસ મથકમાં અરજી કરી છે. પરંતુ હજી સુધી કંઇ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. અત્રે નોંધનીય છે કે, અચાનક આ પ્રકારની ઘટના સામે આવતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને શાંતિ અને સુરક્ષાની ભાવનાનો અહેસાસ કરાવવા માટે પોલીસે આવું કૃત્ય કરનારા શખ્સોને ત્વરિત દબોચી લેવા જોઇએ. આ ઘટના બાદ તેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બે શખ્સો આ કૃત્ય કરતા હોવાનું નજરે પડી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : સૌથી મોટું ગેસ રીફીલીંગ કૌભાંડ પકડતી SOG, રૂ. 7.26 લાખનો મુદ્દામાલ જપ્ત


