VADODARA : ટ્રાફિકના નિયમનું પાલન કરાવનાર પોલીસ જવાનને બે ફ્રેક્ચર, આરોપી ઝબ્બે
VADODARA : વડોદરા (VADODARA) ના સમા તળાવ પાસે આવેલા અબેક્સ સર્કલ પર ટ્રાફિક નિયમનની કામગીરી કરતા જવાનને કાર ચાલકે ફંગોળ્યો હતો. કાર ચાલક સિગ્નલ તોડીને અન્ય માટે જોખમરૂપ બનવા જતા પોલીસ જવાને તેને અટકાવ્યો હતો (POLICE MAN HIT BY CAR - VADODARA) . અકસ્માત સર્જીને ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે સમા પોલીસ મથક (SAMA POLICE STATION) માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપીને તેના ઘર પાસેખી દબોચી લેવામાં આવ્યો છે. આ મામલે પોતાની ફરજ બજાવવા જતા પોલીસ જવાનને બે ફ્રેક્ચર થયા હોવાનું નિદાન થયું છે.
અજિતસિંહે તેને રોકવા માટે ઇશારો કર્યો
ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે, ટ્રાફિક પોલીસના જવાન અજિતસિંહ ઉદેસિંહની અબેક્સ સર્કલ પાસે ડ્યુટી હતી. સવારે 10 વાગ્યે તેઓ તેમની ફરજ પર હાજર હતા. તેવામાં 10 - 15 વાગ્યે એક કાર ત્યાંથી પસાર થઇ હતી. ચાલકે સિગ્નલ તોડીને અન્ય વાહનો માટે જોખમ ઉભૂ કર્યું હતું. ત્યારે અજિતસિંહે તેને રોકવા માટે ઇશારો કર્યો હતો. તો તેણે તેમને ટક્કર મારી હતી. અને જતો રહ્યો હતો. અજિતસિંહે આરોપી સામે ફરિયાદ દાખલ કરાવી છે. આરોપીને સીસીટીવીના માધ્યમથી પકડી લેવામાં આવ્યો છે. આરોપી અર્પિત પટેલ (ઉં. 35) ખેડુત છે. તે ખેડૂત પરિવારમાંથી આવે છે. અને તેને તેના ઘરેથી દબોચી લેવામાં આવ્યો છે. ગાડી નંબરના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નશામાં હતો કે કેમ તેની જાણકારી મેળવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આરોપીનો કોઇ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી
વધુમાં તેમણે ઉમેર્યું કે, અકસ્માત પહેલા કારનો રૂટ અને બાદનો રૂટ સીસીટીવીમાં તપાસ્યો હતો. ત્યાર બાદ તેની સંભવિત હાજરીવાળા વિસ્તારમાં તેની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન આરોપીને તેના ઘર પાસેથી જ દબોચી લેવામાં આવ્યો છે. આરોપીનો કોઇ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી.
આ પણ વાંચો -- VADODARA : ઉર્મી સ્કુલમાં ક્રિકેટ રમવા મુદ્દે ધીંગાણૂં, 5 ઘાયલ


