VADODARA : ઘરમાં ધમધમતા જુગારધામ પર દરોડા, એક ડઝન ખેલીઓ સામે ફરિયાદ
VADODARA : વડોદરા (VADODARA) માં 31, ડિસે.ને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં મકરપુરા વિસ્તારમાં ઘરમાં ધમધમતા જુગારધામ (ILLEGAL CARD PLAY) અંગે પોલીસને બાતમી મળતા દરોડા પાડ્યા હતા. દરોડા બાદ એક ડઝન ખેલીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી
વડોદરાના મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION - VADODARA) માં પીએસઆઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 31, ડિસે.ને ધ્યાને રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસની ટીમો સતત પ્રયત્નશીલ રહે છે. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, તરસાલીના શરદનગરમાં આવેલા મકાનમાં કેટલાક લોકો ભેગા થઇને પાના-પત્તાનો જુગાર રમી રહ્યા છે. બાદમાં પોલીસે પંચોને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. સ્થળ પર પહોંચતા ઘર બહાર પાંચ જેટલી બાઇકો મળી આવી હતી. બાદમાં પોલીસની ટીમે ઘરમાં પ્રવેશ કર્યો હતો.
પ્રતિદિન રૂ. 2 હજાર રૂપિયા આપવાની શરતે જુગાર રમવા મકાન ભાડે આપ્યું
ઘરના અંદરના બેડરૂમમાં જુગારના પત્તા અને અલગ અલગ ચલણી નોટો મળી આવી હતી. બાદમાં મુદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી. દરોડામાં એક ઇસમને ઘરની માલિકી અંગે પુછતા તેણે જણાવ્યું કે, આ ઘર વર્ષ 2003 માં ગોપાલ ઠક્કર પાસેથી ખરીદેલું છે. પરંતુ દસ્તાવેજના રૂપિયાની સગવડ ના થવાના કારણે તેના જ નામે છે. આ મકાનને પ્રતિદિન રૂ. 2 હજાર રૂપિયા આપવાની શરતે જુગાર રમવા માટે ભાડે આપવામાં આવતું હતું. આ દરોડામાં પોલીસે રૂ. 4.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપીઓના નામ
ઉપરોક્ત દરોડામાં પોલીસે પ્રણવ જયકૃષ્ણભાઇ પંડ્યા (રહે. તરસાલી, શરદનગર), સંજય સાહેબરાવ બેડસે (રહે. સોમનાથ નગર, તરસાલી), કિરણકુમાર નટવરલાલ પંડ્યા (રહે. વિશાલ નગર, તરસાલી), જીતેન્દ્ર દિલીપભાઇ બડગુજર (રહે. સમન્વય ફ્લેટ્સ, વડસર, વડોદરા), રાજેશભાઇ રણધિરસિંહ ભેલ (રહે. દેસાઇ નગર, તરસાલી), કિશોરભાઇ અંબુભાઇ વણકર (રહે. પરીશ્રમ પાર્ક, તરસાલી), અજય કનૈયાલાલ શાહ (રહે. દેસાઇ કોલોની, તરસાલી), લક્ષ્મણ ઉર્ફે મુન્નો જગમલભાઇ ભરવાડ (રહે. અનુપમનગર, દંતેશ્વર), રાજેશ બાબાસાહેબ ખરડે (રહે. ગુરૂદત્ત સોસાયટી, વાઘોડિયા), શૈલેષ કનુભાઇ જયસ્વાલ (રહે. વિશાલનગર, તરસાલી) અને રમેશભાઇ બાબુભાઇ ચૌહાણ (રહે. શરદનગર, તરસાલી) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : દારૂની મહેફિલ પર દરોડા, પોણો ડઝન રસીયાઓ સામે ફરિયાદ


