Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગાયને બચાવવા જતા કાર ડિવાઇડર પર જઇ ચઢી

VADODARA : વડોદરા શહેરના રોડ રસ્તાને કેટલ ફ્રી બનાવવાની વાતો તો ઘણી થઇ છે. પરંતુ કોઇ નક્કર કાર્યવાહીના અભાવે રસ્તા પર પશુઓ જોવા મળે છે.
vadodara   ગાયને બચાવવા જતા કાર ડિવાઇડર પર જઇ ચઢી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં આવેલી ગાયત્રી નગર સોસાયટી પાસે રસ્તામાં ગાય આવી જતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને કાર ડિવાઇડર પર ધડાકાભેર ચઢી ગઇ (CAR RUN OVER ROAD DIVIDER TO SAVE COWS - VADODARA) હતી. સદનસીબે આ ઘટનામાં કોઇને જાનહાની થઇ ન્હતી. પરંતુ વડોદરાને કેટલ ફ્રી સીટી બનાવવામાં તંત્ર કેટલું નિષ્ફળ રહ્યું છે, તેનો આ ઘટના પરથી અંદાજો લગાડી શકાય તેમ છે.

ગાય સામે આવતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો

વડોદરાના રોડ રસ્તાને કેટલ ફ્રી બનાવવાની વાતો તો ઘણી થઇ છે. પરંતુ કોઇ નક્કર કાર્યવાહીના અભાવે રસ્તા પર પશુઓ જોવા મળે છે. એટલું જ નહીં રસ્તા પર પશુઓ આવી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. છતાં પણ રસ્તા પર રખડતા પશુઓ મળી જાય છે. ત્યારે આજે શહેરના ગોત્રી વિસ્તારમાં કાર લઇને ચાલક જઇ રહ્યા હતા. દરમિયાન એકાએક ગાય સામે આવતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને કાર ડિવાઇડર પર ધડાકાભેર ચઢી ગઇ હતી.

Advertisement

તંત્ર ક્યારે ધ્યાને લઇને કામગીરી શરૂ કરે છે તે જોવું રહ્યું

ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. અને સ્થિતી સામાન્ય કરવા માટે મદદરૂ બન્યા હતા. વાહન ચાલક કેતનભાઇએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગાયને બચાવવા જતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો છે. અને કાર ડિવાઇડર પર ચઢી ગઇ છે. આ ઘટનામાં કોઇ પણ જાનહાની થઇ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જિલ્લામાં પશુ આડુ આવી જવાના કારણે અનેક અકસ્માતની ઘટનાઓ સર્જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો લોકોના જીવ પણ જાય છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે આ વાત તંત્ર ક્યારે ધ્યાને લઇને કામગીરી શરૂ કરે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ગાય જોડે ભટકાતા પત્નીએ પતિ સામે નોંધાવી ફરિયાદ

Tags :
Advertisement

.

×