ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : રેલવે કચેરીમાં CBI ના દરોડામાં ચાર ઉચ્ચ અધિકારીઓની ધરપકડ

VADODARA : એક અધિકારીએ બેઠક બાદ અલકાપુરી સ્થિત જ્વેલર્સનો સંપર્ક કર્યો હતો. અને ઇનવોઇઝ જનરેટ કર્યા વગર ખરીદી અંગે પુછપરછ કરી હતી.
11:19 AM Feb 19, 2025 IST | PARTH PANDYA
VADODARA : એક અધિકારીએ બેઠક બાદ અલકાપુરી સ્થિત જ્વેલર્સનો સંપર્ક કર્યો હતો. અને ઇનવોઇઝ જનરેટ કર્યા વગર ખરીદી અંગે પુછપરછ કરી હતી.

VADODARA : વડોદરા રેલવે ડિવિઝનમાં કામ કરતા કર્મચારીઓની ભરતીમાં ધાંધલીના આરોપો બાદ CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન) દ્વારા પ્રતાપનગર રેલવે DRM ની ઓફિસ સંકુલમાં દરોડા પાડવામાં આવ્યા (CBI RAID VADIDARA RAILWAY DRM OFFICE) છે. જેમાં DPO સહિત અન્ય બે અધિકારીઓની ઓફિસ અને તેઓના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ચાર ઉચ્ચ અધિકારીઓની ધરપકડ કરવામાં (CBI ARREST VADODARA RAILWAY OFFICIALS - JOB POSTING SCAM) આવી છે. આ અંગેની જાણકારી રેલવે DRM ટેલિફોનીક જાણકારી આપવામાં આવી છે.

રેલવે DRM ને ટેલિફોનીક જાણ કરાઇ

પ્રતાપનગર ખાતે આવેલા સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસરના કાર્યાલસ સહિતના અન્ય ત્રણ અધિકારીઓને ત્યાં સઘન તપાસ હાધ ધરવામાં આવી છે. પોસ્ટીંગ માટે તગડી રકમ વસુલવામાં આવતી હોવાના આરોપ બાદ ફરિયાદ નોંધાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંમાં CBI દ્વારા અંકુર વસન (ડિવિઝન પર્સનલ ઑફિસર), સંજય તિવારી (ડેપ્યુટી COM), વેસ્ટર્ન રેલવે, નીરજ સિંહા - (સ્ટેશન માસ્ટર), સુનિલ બિસ્નોઇ (સિનિયર પર્સનલ ઑફિસર) ની સીબીઆઇ દ્વાર ધરપકડ કરવામાં આવી છે. આ અંગેની જાણ રેલવે DRM ને ટેલિફોનીક રીતે કરી દેવામાં આવી છે.

સોનાની ખરીદી કરવા માટેની ઇન્કવાયરી કરી હતી

સુત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે ત્રણ ઉમેદવારો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. દરમિયાન એક અધિકારી દ્વારા બેઠક બાદ વડોદરાના અલકાપુરી સ્થિત જ્વેલર્સનો સંપર્ક કર્યો હતો. અને ઇનવોઇઝ જનરેટ કર્યા વગર મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરવા માટેની ઇન્કવાયરી કરી હતી. જો કે, લાંચિયાના મનસુબા પાર પડે તે પહેલા જ સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તમામ અધિકારીઓની મીલીભગતનથી સુનિયોજીત રીતે આ કૌભાંડને પાર પાડવામાં આવતું હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. હાલ સીબીઆઇ દ્વારા ચારેયની ધરપકડ કરવામાંં આવી છે. આ ચારેયની પુછપરછમાં વધું ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તો નવાઇ નહીં.

આ પણ વાંચો --- VADODARA : વડોદરા પાલિકાને ભવિષ્યમાં IPO લાવવાનું સૂચન

Tags :
#AreestRailwayOfficers#JobPostingScam#RailwayOfficerScam#VadodaraCBIRaidgujaratfirstnewsGujaratiNewsgujaratnews
Next Article