VADODARA : મધ્યસ્થ જેલમાં કેદીઓની રક્ષાબંધન, બહેને કહ્યું "વહેલા ઘરે આવો"
VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યસ્થ જેલ (CENTRAL JAIL) માં ભાઇ-બહેનના પવિત્ર સંબંધ રક્ષાબંધન (RAKSHABANDHAN) ની ઉજવણી કેદી ભાઇઓ-બહેનો કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત વહેલી સવારથી જ બહેનો ભાઇના હાથે રાખડી બાંધવા પહોંચ્યા છે....
Advertisement
VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યસ્થ જેલ (CENTRAL JAIL) માં ભાઇ-બહેનના પવિત્ર સંબંધ રક્ષાબંધન (RAKSHABANDHAN) ની ઉજવણી કેદી ભાઇઓ-બહેનો કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત વહેલી સવારથી જ બહેનો ભાઇના હાથે રાખડી બાંધવા પહોંચ્યા છે. બહેનો દ્વારા લાવવામાં આવેલી વસ્તુઓની ચકાસણી કરીને તેમને નિયત જગ્યાએ પ્રવેશ આપવામાં આવ્યો છે. રક્ષાબંધનની ઉજવણી ટાણે જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા છે. અને બહેને ભાઇ જલ્દી ઘરે આવી જાય તેવી પ્રાર્થનાઓ કરી છે. જેલ અધિક્ષકના મતે આશરે 1500 જેટલા કેદી ભાઇઓ-બહેનો રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે.

