VADODARA : ચાંદીપુરા વાયરસનો કહેર જારી, 8 દર્દીઓ સારવાર હેઠળ
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA) માં ચાંદીપુરા વાયરસ (Chandipura Vesiculovirus) નો કહેર જારી છે. હાલની સ્થિતીએ વડોદરામાં આવેલી સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં 34 શંકાસ્પક કેસ સારવાર માટે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તે પૈકી 6 ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. હાલ 8 જેટલા બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. તાજેતરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે એડમિટ થયેલી હાથીખાનાની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું સપાટી પર આવ્યું છે.
8 દર્દીઓ સારવાર હેઠળ
વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મૌટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. હાલ ચાંદીપુરા વાયરસની સ્થિતીને જોતા હોસ્પિટલમાં બાળ દર્દીઓ માટે સારવારની તમામ સુવિધાઓ અહિંયા ઉપલબ્ધ છે. વડોદરા તથા અન્ય જિલ્લાઓમાંથી શંકાસ્પદ ચાંદીપુરા સાથે દર્દીઓ એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવી રહ્યા છે. જે તમામને સારવાર આપવામાં આવી રહી છે. હાલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે, તે પૈકી 2 ICU માં સારવાર લઇ રહ્યા છે. બાકીના 6 બાળકો સાજા થતા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે એડમિટ થયેલી હાથીખાનાની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું સપાટી પર આવ્યું છે.
19 માસુમોએ પોતાના જીવ ગુમાવ્યા
વડોદરા જિલ્લામાં ચાંદીપુરા વાયરલ ભારે હાહાકાર મચાવી રહ્યો છે. સરકારી હોસ્પિટલ એસએસજીના બાળરોગ વિભાગમાં તેની સારવાર આપવામાં આવી રહી છે. હાલની સ્થિતીએ અત્યાર સુધીમાં 34 શંકાસ્પદ કેસો આવ્યા હતા. તે પૈકી 6 ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. અને 19 માસુમોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હાલ 8 બાળકો સારવાર હેઠળ છે, તે પૈકી 2 ની તબિયત ગંભીર હોવાના કારણે આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચાંદીપુરા વાયરસને લઇને જાગૃતતા ફેલાવવા માટે ભારે મહેનત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : કમાટીબાગના દરવાજે ફેણ તાણી બેઠો કોબ્રા સાપ