Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પુત્રી પ્રેમી સાથે ગયા બાદ ટેન્શનમાં રહેતી માતાએ દવા ગટગટાવી

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા ડભોઇ (DABHOI - VADODARA) માં રહેતા શ્રમિકની પુત્રી તેના પ્રેમી સાથે રહેવા માટે તાજેતરમાં જતી રહી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી તેણે તેના પ્રેમી જોડે જતી રહી હતી. આ ઘટના બાદથી...
vadodara   પુત્રી પ્રેમી સાથે ગયા બાદ ટેન્શનમાં રહેતી માતાએ દવા ગટગટાવી
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા ડભોઇ (DABHOI - VADODARA) માં રહેતા શ્રમિકની પુત્રી તેના પ્રેમી સાથે રહેવા માટે તાજેતરમાં જતી રહી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી તેણે તેના પ્રેમી જોડે જતી રહી હતી. આ ઘટના બાદથી પુત્રીની માતા ખુબ ચિંતિત રહેતા હતા. સતત ચિંતામાં તેમને લાગી આવતા તેમણે ઝેરી દવા ગટગટાવી હતી. મહિલાએ બાદમાં ચાણોદ પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. જે બાદ ચાણોદ પોલીસે (CHANDOD POLICE) સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટના બાદ પુત્રીની માતા સતત વિચારોમાં રહેતા હતા

વડોદરા પાસે આવેલા ડભોઇના તેનતલાવ વિસ્તારમાં આવેલા ફળિયામાં રમીલાબેન રતનસિંહ ભીખુસિંહ રાજપુત (ઉં. 45) તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમની પુત્રીને રાહુલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તાજેતરમાં પ્રેમાંધ બનેલી દિકરી પ્રેમી સાથે રહેવા જતી રહી હતી. આ ઘટના બાદ પુત્રીની માતા સતત વિચારોમાં રહેતા હતા. માતાનું માનવું હતું કે, પુત્રીના આ પગલાંથી સમાજમાં આબરૂ જતી રહી હતી. અને આ જ વાતો તેમના મનમાં સતત ઘર કરી રહી હતી.

Advertisement

ચાણોદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ બનાવની નોંધ દાખલ

સતત વિચારોથી ઘેરાયેલા રમીલાબેને 21 ઓગસ્ટના રોજ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું ભર્યા બાદ તેમને બચાવી લેવામાં સફળતા મળી છે. બાદમાં રમીલાબેને વડોદરા ગ્રામ્યમાં આવતા ચાણોદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ બનાવની નોંધ દાખલ કરાવી છે. જે બાદ ચાણોદ પોલીસ મથક દ્વારા હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ ભારતસિંહને મામલાની વધુ તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : મિત્રની પાર્ટીમાં જવાની ના પાડતા ધુલાઇ

Tags :
Advertisement

.

×