Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : છાણીમાં એક્સીડન્ટ ઝોનમાં કરેલા બાંધકામનો પુરજોશમાં વિરોધ

VADODARA : ટ્રાફીક પોલીસ દ્વારા આ જગ્યા બ્લાઇન્ડ સ્પોટ એટલેકે એક્સીડન્ટ ઝોન હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હોવાનું કોર્પોરેટરે મીડિયાને જણાવ્યું
vadodara   છાણીમાં એક્સીડન્ટ ઝોનમાં કરેલા બાંધકામનો પુરજોશમાં વિરોધ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના વહીવટી વોર્ડ નં - 1 માં બાજવા (BAJWA - VADODARA) ચાર રસ્તા પર ડિવાઇડર લંબાવાની તેના પર આરસીસી વર્ક કરવામાં આવ્યું છે. અને તેના પર આઇલેન્ડ વિકસાવીને તેના પર ઘોડાની પ્રતિમા મુકવામાં આવી છે. જોકે ટ્રાફીક પોલીસ દ્વારા આ જગ્યા બ્લાઇન્ડ સ્પોટ એટલેકે એક્સીડન્ટ ઝોન હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હોવાનું કોર્પોરેટરે મીડિયાને જણાવ્યું છે. આવતી કાલે આ પ્રતિમાનું લોકાર્પણ થાય તે પહેલા આજે કોંગ્રેસના કોર્પોરેટરો (VADODARA CONGRESS CORPORATOR) દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. અને આ અંગે અધિકારીઓને જરૂરી પગલાં ભરવા માટે જણાવ્યું છે.

આવતી કાલે લોકાર્પણ કરવાનું છે

વડોદરાના બાજવા રાસ રસ્તા પર આરસીસી વર્ક કરવાની મંજુરીનો સ્થાનિક કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ કામગીરી શરૂ કર્યા બાદ સ્થાનિકો દ્વારા અકસ્માતની ઘટનાનો ભય વધવાની શક્યતાઓ અંગે વ્યાપક રજુઆતો કરી હતી. જો કે, તે બાદ પણ તેનું કામ જારી રહ્યું હતું. અને આ જગ્યાને વિકસાવીને તેના પર ઘોડાની પ્રતિમા મુકવામાં આવી છે. જેનું આવતી કાલે લોકાર્પણ કરવાનું છે. ટ્રાફીક પોલીસના મતે આ જગ્યા એક્સીડન્ટ ઝોન હોવાના કારણે સ્થાનિક કોર્પોરેટર દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હવે આવતી કાલે શું થાય છે તે જોવું રહ્યું.

Advertisement

 આ જગ્યા એક્સીડન્ટ ઝોન છે, બ્લાઇન્ડ સ્પોટ છે

છાણીના કોર્પેરેટર હરીશ પટેલે જણાવ્યું કે, આ પ્રતિમા મુકવા માટેની મંજુરી મળી અને તેનું કામ કરવામાં આવ્યું, ત્યારે આજુબાજુના તમામ સોસાયટીઓના રહીશોએ અમને અરજી કરી હતી. તેના આધારે વોર્ડ નં - 1 ના તમામ કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર બંનેને રજુઆત કરી હતી. ત્યારે તેમના ધ્યાને આવ્યું કે, આ મુકવાની મંજુરી રોડની બાજુમાં આપવામાં આવી હતી. પરંતુ રોડ વચ્ચે આ પ્રતિમા મુકવામાં આવી છે. તે બાદ તેમણે આ માટે વડોદરા ટ્રાફીક પોલીસને અભિપ્રાય આપવા માટે ની જાણ કરી હતી. ટ્રાફીક દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો કે, આ જગ્યા એક્સીડન્ટ ઝોન છે, બ્લાઇન્ડ સ્પોટ છે. આ સંદર્ભે બનાવનાર સંસ્થાને નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો પછી આવતી કાલે તેના લોકાર્પણનો કાર્યક્રમ કેવી રીતે રાખી શકે ! કોંગ્રેસના અન્ય કોર્પેરેટર જહાં ભરવાડ દ્વારા જણાવાયું કે, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે રસ્તાની વચ્ચે કોઇ પણ પ્રતિમા હોવી જોઇએ.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : મોંઘીદાટ હોટલ-રેસ્ટોરેન્ટમાંથી મેળવેલા નમુના "સબ સ્ટાન્ડર્ડ" પુરવાર, વાંચો યાદી

Tags :
Advertisement

.

×