VADODARA : છાણીમાં રંગરોગાન અને વૃક્ષારોપણ કરાયેલા ડિવાઇડર તોડી પડાયા
- વડોદરામાં પ્રજાના નાણાંનો વેડફાટ સામે આવ્યો
- સારી હાલતમાં ડિવાઇડર તોડી પાડવામાં આવ્યા
- કોંગી કોર્પોરેટર દ્વારા વિરોધ છતાં કાર્યવાહી ચાલુ રાખવામાં આવતા નારાજગી
VADODARA : વડોદરાના છાણી વિસ્તારમાં રંગરોગાન અને વૃક્ષારોપણ કરાયેલા ડિવાઇડરને તોડી પાડવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ ઘટના સમયે સ્થાનિક કોંગી કોર્પોરેટર જ્હા ભરવાડે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. છતાં અધિકારીઓએ ડિવાઇડર તોડવાનું ચાલુ રાખતા કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી છે. વડોદરામાં આ રીતે નાણાંનો વેડફાટ સામે આવતા લોકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
કોઇ પણ સવાલ ઉઠાવવા માટે તૈયાર નથી
વડોદરા શહેરમાં રોડ બનાવવા માટે 2 વર્ષ પહેલા જ બનાવેલી ફૂટપાથ તોડીને નવી ડિઝાઇનના આકર્ષક ડિવાઇડર બનાવવા માટે પાલિકા દ્વારા બેરોકટોક કાર્યવાહી ચાલી રહી છે. આ અંગે કોઇ પણ સવાલ ઉઠાવવા માટે તૈયાર નથી. તાજેતરમાં વડોદરા શહેરના વહીવટી વોર્ડ નં - 1 માં ફતેગંજ પોલીસ મથકથી છાણી જકાતનકા તરફ જવાના રસ્તે સારી હાલતમાં ડિવાઇડરને તોડી પાડવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ કામગીરીને પગલે સ્થાનિક કોર્પોરેટર જ્હા ભરવાડ દોડી આવ્યા છે. અને તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
અધિકારીને જાણ કરવા છતાં તેમણે કામ રોક્યું નથી
જ્હા ભરવાડનું મીડિયાને કહેવું છે કે, એજન્સી દ્વારા તાજેતરમાં વૃક્ષારોપણ કરવાની સાથે ડિવાઇડરનું રંગરોગાન કરવામાં આવ્યું છે. ડિવાઇડર સારી પરિસ્થિતીમાં હોવા છતાં તેને તોડવામાં આવી રહ્યા છે. આ અંગે અધિકારીને જાણ કરવા છતાં તેમણે કામ રોક્યું નથી. આ અંગે અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી છે. છતાં ખોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે સાંખી લેવાય તેમ નથી.
આ પણ વાંચો --- Junagadh : જાંબુડી ગામનાં સરપંચે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કરી અરજી, જાણો શું છે મામલો?