ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : શહેર ભાજપ દ્વારા સંઘર્ષથી લઇને સત્તાના સમય સુધીની ઝાંખી પ્રદર્શિત કરાઇ

VADODARA : અગાઉ સંઘર્ષના દિવસોને પ્રદર્ષશનીના માધ્મથી કાર્યકર્તાઓ યાદ કરે, અને તેવા સંઘર્ષો ભવિષ્યમાં પણ આવે તો તેની માટે તૈયાર રહે - પ્રમુખ
01:48 PM Apr 10, 2025 IST | PARTH PANDYA
VADODARA : અગાઉ સંઘર્ષના દિવસોને પ્રદર્ષશનીના માધ્મથી કાર્યકર્તાઓ યાદ કરે, અને તેવા સંઘર્ષો ભવિષ્યમાં પણ આવે તો તેની માટે તૈયાર રહે - પ્રમુખ

VADODARA : વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના 46 માં સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે સંઘર્ષથી લઇને સત્તાના સમય સુધીના કાર્યકાળની ઝાંખી કરાવે તે માટેના ચિત્ર પ્રદર્શની તમામ માટે ખુલ્લી મુકવામાં આવી છે. વડોદરા ભાજપના સિનિયર આગેવાન જિતેન્દ્ર સુખડીયા અને ભૂપેન્દ્ર લાખાવાલા તથા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની સહિતના નેતા-આગેવાનોની હાજરીમાં આ પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી છે. જેનો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લાભ લેશે. (An overview from the struggle to the time of power is displayed by Vadodara BJP)

303 સીટો સુધી કાર્યકર્તાઓના પરિશ્રમથી પાર્ટી પહોંચી

સમગ્ર આયોજનને લઇને શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજરોજ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ કાર્યકર્તાઓની પાર્ટી છે. પાર્ટીએ ખુબ સંઘર્ષ કર્યો છે. 1980 માં પાર્ટીની સ્થાપના થઇ છે. 1984 માં જે ચૂંટણી યોજાઇ હતી, તેમાં પાર્ટીની માત્ર બે સીટો આવી હતી. ત્યાંથી લઇને 303 સીટો સુધી કાર્યકર્તાઓના પરિશ્રમથી પાર્ટી પહોંચી છે. અનેક લક્ષ્યાંકો પાર્ટીએ પૂર્ણ કર્યા છે. 370 આર્ટિકલ હટાવવું, રામ મંદિરનું નિર્માણ કરવું જેવા અને ભવિષ્યમાં યુસીસી પણ લાગુ કરવા જઇ રહ્યા છે.

રાષ્ટ્ર પરમ વૈભવના શિખરે પહોંચે

વધુમાં તેમણે જણાવ્યું કે, અમારો સૌથી મોટા લક્ષ્યાંક રાષ્ટ્રને વિકસીત બનાવવાનું, જે માનનીય વડાપ્રધાનનું સ્વપ્ન છે. 2047 માં જ્યારે આપણે આઝાદીના 100 માં વર્ષે ત્યાં સુધીમાં વિકસીત, અને સમર્થ ભારત બને અને રાષ્ટ્ર પરમ વૈભવના શિખરે પહોંચે. તે દિશામાં કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. અગાઉ સંઘર્ષના દિવસોને પ્રદર્ષશનીના માધ્મથી કાર્યકર્તાઓ યાદ કરે, અને તેવા સંઘર્ષો ભવિષ્યમાં પણ આવે તો તેની માટે તૈયાર રહે તેવા સંદેશ સાથે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો --- GATE GCCI Annual Trade Expo 2025 : ગુજરાત ચેમ્બરના ટ્રેડ એક્સ્પોનું સહકાર મંત્રી અમિતભાઈ શાહે ઉદ્ધાટન કર્યું

Tags :
BJPCitydisplayFROMGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsoforganizeoverviewPowerStruggletimeVadodara
Next Article