VADODARA : ભાજપ પ્રમુખની નિમણૂંક પહેલા સંકલન સમિતિની બેઠક મળી
VADODARA : વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ (VADODARA CITY - DISTRICT BJP PRESIDENT ELECTION) માટે ગતરોજ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. તે બાદ આજે શહેર ભાજપ પ્રમુખના નામોને લઇને સંકલન સમિતિની બેઠકનું (ELECTION SANKALAN SAMITI MEETING) આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા માટે મોવડી મંડળ તરફથી નિયુક્ત ચૂંટણી અધિકારીઓ આવી પહોંચ્યા છે. ક્લસ્ટર પ્રમુખે જણાવ્યું કે, બધા પાસાઓને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવશે. પાર્ટી, સંકલન સમિતી, પ્રદેશને અધિકારી છે, 44 સિવાયનું પણ કોઇ નામ આવી શકે છે.
44 પૈકી ત્રણ ઉમેદવારોના નામની પેનલ બનાવીને તેને ઉપર મોકલાશે
સત્તાપક્ષ ભાજપ દ્વારા ચાલુ વર્ષે શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખોની ચૂંટણી યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત ગતરોજ શહેર અને જિલ્લામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરમાં 44 અને જિલ્લામાં 55 ઉમેદવારોએ નામાંકન ભર્યું હતું. બંનેમાં હાલના ભાજપ પ્રમુખ દ્વારા પણ દાવેદારી કરવામાં આવી છે. દાવેદારોની સંખ્યા જોતા આ ચૂંટણી ભારે રસાકસી ભરી થવા જઇ રહી છે. ત્યારે ફોર્મ ભર્યા બાદ આજે ચૂંટણી અધિકારીઓ તથા ક્લસ્ટર પ્રમુખની હાજરીમાં મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી કોઇ એક પર મોડવી મંડળ પસંદગી ઢોળી શકે છે. આ તકે શહેરના સાંસદ ડો. હેમાંગ જોષી, તથા ધારાસભ્યો સર્વે, મનીષાબેન વકીલ, કેયુરભાઇ રોકડિયા, યોગેશભાઇ પટેલ, ચૈતન્યભાઇ દેસાઇ તથા બાળુ શુક્લ હાજર રહ્યા છે.
બધા પાસાઓને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવશે
બેઠકના અંતે ક્લસ્ટર પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, પ્રદેશ સંગઠન પર્વ ચાલી રહ્યું છે. અમે જે કોઇ રજુઆત મળી છે, તે આગળ જણાવીશું, કમલમ જે કોઇ નિર્ણય કરે તે અમે જાહેર કરીશું. અમે જે કંઇ જાણ્યું તે અમારે પાર્ટીને કહેવાનું છે. અમને જે કોઇ સુચનો આવ્યા છે, તે અમે ઉપર કહેવાના છીએ. તેમણે પણ કહ્યું, અને અમે પણ કહ્યું. અમે વ્યક્તિગત રીતે સાંભળ્યા છે. પાર્ટીના રૂલ્સ પ્રમાણે, સ્ક્રુટીની કરાશે. 44 નામો ઉપર મુકાશે. બધા પાસાઓને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવશે. પાર્ટી, સંકલન સમિતી, પ્રદેશને અધિકારી છે, 44 સિવાયનું પણ કોઇ નામ આવી શકે છે.
આ પણ વાંચો -- VADODARA : પતંગના દોરાથી બચાવતા 7 હજાર સેફ્ટી સ્કાર્ફના વિતરણનો MP ના હસ્તે પ્રારંભ