VADODARA : સિટી બસના ચાલકે ઉતાવળ કરતા મહિલા પટકાઇ, પગ પર ટાયર ફરી વળ્યું
- શહેરભરમાં દોડતી સિટી બસ સેવાના ચાલકની ગંભીર બેદરકારી
- બસમાંથી ઉતરતી મહિલા ચાલકની બેદરકારીના કારણે અકસ્માતનો ભોગ બની
- બસનું ટાયર ફરી વળતા મહિલાનો પગ ચગદાયો
VADODARA : વડોદરામાં ચાલતી સિટી બસ (VADODARA - CITY BUS) સેવાના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. મહિલા બસમાંથી ઉતરી રહી હતી, તેવામાં તેણે બસ ચાલુ કરતા મહિલા પટકાઇ હતી. તે બાદ મહિલાના પગ પર બસનું ટાયર ફરી વળ્યું હતું. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને મહિલાના પરિજનને જાણ કરવામાં આવી હતી. બાદમાં મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના પર એકથી વધારે સર્જરી કરવી પડે તેવો મત તબિબોએ વ્યક્ત કર્યો હતો. આખરે આ મામલે મહિલાએ બસ નંબરના આધારે ચાલક વિરૂદ્ધ સયાજીગંજ પોલીસ મથક (SAYAJIGUNJ POLICE STATION) માં ફરિયાદ નોંધાવી છે.
ઉતરવા ગયા તે વખતે બસ આગળ ચાલવા માંડી
અકસ્માતનો ભોગ બનેલી પીડિત મહિલા પન્નાબેન મિસ્ત્રીએ સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, 30, એપ્રિલના રોજ તેઓ કામ પતાવીને ઘરે જતા હતા. તેવામાં લક્ષ્મીપુરા બસ સ્ટેશન વાળી બસમાં બેસીને સ્ટેશન તરફ જવા નીકળ્યા હતા. તેમની બસનું છેલ્લું સ્ટેશન રેલવે સ્ટેશન આઉટ ગેટ, કડક બજાર હતું. બસ ત્યાં આવી, અને મહિલાએ અન્ય બસ પકડવાની હોવાથી તે ઉતરવા ગયા હતા. તે વખતે બસ આગળ ચાલવા માંડી હતી જેથી મહિલા નીચે પટકાયા હતા, અને ત્યાર બાદ તેમના પગ પર સિટી બસનું ટાયર ફરી વળ્યું હતું. જે બાદ અક્સમાતનું ધ્યાને આવતા ચાલકે બસ પાછી લીધી હતી.
એકથી વધારે સર્જરી કરવી પડશે તેવો મત વ્યક્ત કર્યો
બાદમાં અકસ્માત પીડિત મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડીને રાત્રે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેમને પગમાંથી લોહી વહી રહ્યું હતું. તબિબે તપાસતા મહિલાને એકથી વધારે સર્જરી કરવી પડશે તેવો મત વ્યક્ત કર્યો હતો. આખરે મહિલાએ સિટી બસના નંબરના આધારે ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે અજાણ્યા બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સિટી બસના ચાલકની બેકરકારી વધુ એક વખત ખુલ્લી થવા પામી છે.
આ પણ વાંચો --- VADODARA : લગ્નના વરઘોડામાં પહોંચી પાલિકા, જાનૈયાઓને રૂ. 2,500 નો ચાંલ્લો ચોંટ્યો