VADODARA : શહેર-જિલ્લા ભાજપ સંગઠનમાં મહત્વના હોદ્દેદારોની નિમણુંક
VADODARA : આજરોજ વડોદરા શહેર અને જિલ્લા ભાજપ (VADODARA CITY - DISTRICT BJP) માટે મહત્વનો દિવસ છે. વિતેલા કેટલાય દિવસથી શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખ (WARD PRESIDENT APPOINTMENT - VADODARA CITY BJP) ની નિયુક્તિને લઇને ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી. જેના પરિણામો આજે સામે આવ્યા છે. આજે શહેરના વોર્ડ નં - 1 ને છોડીને બાકીના 18 વોર્ડના ભાજપના વોર્ડ પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકીના મોટા ભાગના યુવાનો છે. આ સાથે જ જિલ્લામાં મંડલ, સમંડલ કક્ષાએ મહત્વની નિમણુંક કરવામાં આવી છે. આ બાદ હવે શહેર પ્રમુખના નામની જાહેરાતની નેતાઓ-કાર્યકર્તાઓ આતુરતા પૂર્વક વાટ જોઇ રહ્યા છે.
પ્રયોગ પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યો
વડોદરા સહિત રાજ્યભરમાં ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પાર્ટી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી અધિકારીઓ દ્વારા વડોદરાની મુલાકાત લઇને વોર્ડ વાઇઝ ધારાસભ્યો તથા અગ્રણીઓ-ઇચ્છુકોને બોલાવીને સેન્સ લીધી હતી. આ તકે બુથ પ્રમુખોને પણ બોલાવીને તેમના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. આ પ્રકારનો પ્રયોગ પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યો હતો. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જેની સૌ કોઇ રાહ જોઇ રહ્યા હતા, તે જાહેરાત આજે સામે આવી છે.
મોટા ભાગના પસંદગી પામેલા કાર્યકર્તાઓ-નેતાઓ યુવાન
આજે શહેરના વોર્ડ નં - 1 ને છોડીને બાકીના 18 વોર્ડમાં ભાજપના વોર્ડ પ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં જાહેર કરવામાં આવેલા નામોમાં એક-બે નામો રીપીટ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. યાદીમાં મોટા ભાગના પસંદગી પામેલા કાર્યકર્તાઓ-નેતાઓ યુવાન છે. આ પસંગદીમાં સંગઠન કરતા ચૂંટાયેલા ધારાસભ્યોનું જોર વધારે કામ કરી ગયો હોવાનો અંદરખાને ગણગણાટ છે. વોર્ડ પ્રમુખોની યાદી નીચો મુજબ છે.
11 મંડલના નામોની જાહેરાત કરવામાં આવી
આ સાથે જ વડોદરા જિલ્લા ભાજપમાં મંડલ,સમંડલ પ્રમુખોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 11 મંડલના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેની યાદી નીચે મુજબ છે.
આ પણ વાંચો -- VADODARA : નવા નાણાકીય વર્ષમાં વડોદરાથી દુબઇની ફ્લાઇટ શરૂ થવાના એંધાણ


