VADODARA : શહેર ભાજપ પ્રમુખ બનવા 44 ઉમેદવારો મેદાને, જિલ્લામાં ભારે રસાકસી
VADODARA : આજે વડોદરા શહેર અને જિલ્લા ભાજપ સહિત રાજ્યભરમાં પ્રમુખો (VADODARA CITY - DISTRICT BJP PRESIDENT ELECTION) માટેની ચૂંટણી યોજાઇ રહી છે. આજે ફોર્મ ભરીને પરત કરવાનો દિવસ છે. આવનાર સમયમાં આ અંગે સ્ક્રુટીની કરીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે સમય પૂર્ણ થતા શહેર ભાજપ પ્રમુખ માટે 44 દાવેદારો અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે 55 દાવેદારો મેદાને આવ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. બંનેમાં હાલના ભાજપ પ્રમુખ દ્વારા પણ ફોર્મ ભરીને ફરી જવાબદારી સંભાળવા માટેનો દાવો કરવામાં આવ્યો છે.
પ્રદેશ નક્કી કરે તે તારીખે અમે જઇશું
ચૂંટણી અધિકારી ડો. સંજય દેસાઇએ મીડિયાને જણાવ્યું કે, મહાનગરના અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હતા. તેમાં 12 - 30 સુધી ફોર્મ જમા કરાવવાના હતા. 47 ફોર્મ લઇને જવામાં આવ્યા હતા. જેમાંથી 44 ફોર્મ જમા કરાવવામાં આવ્યા છે. ફોર્મ ભર્યા છે, તે બધાની સંકલનમાં ચર્ચા થશે, ત્યાર બાદ પ્રદેશ નક્કી કરે તે તારીખે અમે જઇશું. અને આ બધા ફોર્મને લઇને તથા અહિંના આગેવાનોનો જે મંતવ્ય હશે, તે પ્રમાણે અમે પ્રદેશમાં વાત કરીશું. ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે. ભૌગોલિક, સામાજીક રીતે બધાને ન્યાય મળે, બધાનો સમાવેશ થઇ શકે, તેનું વિચારીને પ્રદેશ જે કોઇ નિર્ણય કરશે, તેની જાહેરાત કરવામાં આવશે. બીજે કોઇ જગ્યાએ ચૂંટણી અધિકારી, અથવા તો સહાયકની ભૂમિકામાં હોય, તેવા બે લોકોના જીવરાજભાઇ ચૌહાણ અને ધર્મેન્દ્ર પંચાલના ફોર્મ સ્વિકારમાં આવ્યા છે.
શહેરની સરખામણીએ જિલ્લામાં દાવેદારોની સંખ્યા વધારે
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તે પૈકી એક હાલના શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ પણ છે. ત્યારે તેની સરખામણીએ જિલ્લામાં દાવેદારોની સંખ્યા વધારે છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 55 દાવેદારો મેદાને છે. તે પૈકી એક હાલના જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળીયા પણ છે.
આ પણ વાંચો -- VADODARA : શહેર-જિલ્લામાં ભાજપ પ્રમુખની ચૂંટણી શરૂ, ડો. શાહને 'સિંહ' સરખાવતા સમર્થક