VADODARA : શહેર-જિલ્લામાં ભાજપ પ્રમુખની ચૂંટણી શરૂ, ડો. શાહને 'સિંહ' સરખાવતા સમર્થક
VADODARA : આજે વડોદરા (VADODARA) શહેર-જિલ્લામાં ભાજપ પ્રમુખ (CITY - DISTRICT BJP PRESIDENT ELECTION START - VADODARA) બનવા માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં વહેલી સવારે 9 - 30 કલાકથી જ દાવેદારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ભાગ લેવામાં આવી રહ્યો છે. શહેર-જિલ્લામાં અનેક દાવેદારો છે. ત્યારે શહેરમાં હાલના ભાજપ પ્રમુખ રીપીટ થાય તેવી માંગણી કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ડો. વિજય શાહ (DR. VIJAY SHAH) ના સમર્થનમાં આવેલ પૂર્વ ડે. મેયરે તેમની સરખામણી સિંહ જોડે કરી નાંખી હતી. અને તેમને જ રીપીટ કરવાની વાતમાં સૂર પરોવ્યો હતો.
35 જેટલા ઉમેદવારો મેદાને હોવાનું અનુમાન
આજે વડોદરા શહેરઅને જિલ્લાના ભાજપ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા હાથખ ધરવામાં આવી રહી છે. વહેલી સવારથી શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયામાં શહેરમાં 10 દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા હોવાનું સામે આવ્યું છે. શહેર જિલ્લામાં કુલ મળીને 35 જેટલા ઉમેદવારો મેદાને હોવાનું અનુમાન છે. આજે બપોરે 12 - 30 કલાક સુધી ફોર્મ ભરી શકાશે. જે બાદ આવતી કાલે શહેર અને જિલ્લા પ્રમુખોના નામોની ચર્ચા માટે મોટી સંકલનની બેઠક મળનાર છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ નિશાળીયા બંને પણ ફરી આ પદ માટે દાવેદારી કરી રહ્યા છે.
Vadodaraમાં શહેર પ્રમુખ બનવા માટે પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે બબાલ#Vadodara #sunitashukla #HarshitTalati #deputymayor #formercorporator #citypresident #GujaratFirst pic.twitter.com/CFl8Xaptah
— Gujarat First (@GujaratFirst) January 4, 2025
વિજય શાહની 56 ની છાતી છે
વડોદરામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા સમયે ડો. વિજય શાહના સમર્થનમાં પૂર્વ ડે. મેયર સુનિતા બેન શુક્લ આવ્યા હતા. તેઓ સવારે વડોદરાના નમો કમલમ ખાતે પહોંચ્યા હતા. અને તેમને સમર્થન આપ્યું હતું. સુનિકા શુક્લએ મીડિયાને જણાવ્યું કે, ડો. વિજય શાહને ફરી રીપીટ કરવા જોઇએ. વિજય શાહ સિંહ જેવા છે. તેમની સામે શિયાળ અને વરૂની જેમ ટોળા કરીને લોકો લડી રહ્યા છે. વિજય શાહની 56 ની છાતી છે. વિજય શાહના કાર્યયાળ દરમિયાન લોકોએ વિકાસના કામોમાં રોડા નાંખ્યા હતા. સારું કામ થતું હોય તો તાળીયો વગાડવા આવે છે તેવી રીતે વિજય શાહના કામ દરમિયાન પણ લોકો અવરોધ બનવા આવે છે. ડો. વિજય શાહના કાર્યકાળ દરમિયાન નવું ભાજપનું કાર્યાલય બન્યું છે.
સુનિતા શુક્લ અને ગોપી તલાટી વચ્ચે તડાફડી
શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમયે માથાકૂટના દ્રશ્યો સર્જાયા છે. પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી જાહેરમાં બાખડ્યા છે. સુનીતા શુક્લએ હર્ષિત તલાટીને કહ્યું, અમારામાં નૈતિકતા છે. અમારા કપડા નહીં ઉતરે. હર્ષિત તલાટી પર જાહેરમાં કપડા ઉતારીને ભગાવું તેવો આક્ષેપ કરતા બખેડો થયો છે. અન્ય નેતાઓએ બંને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો છે. આ અંગે હર્ષિત તલાટીએ કહ્યું, સુનિતા શુક્લ મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. હું આવું બોલ્યો જ નથી, મને કોઈના ઈશારે બદનામ કરવાનું ષડયંત્ર છે. હું પ્રમુખ પદનો છું પ્રબળ દાવેદાર એટલે દાગ લગાવવાની કરાઈ રહી કોશિશ છે.
દાવેદારોએ એડીચોટીનું જોર લગાવ્યું
વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખની ચૂંટણી રસાકસી ભરી થવા જઇ રહી છે. દાવેદારો પોતાનું પ્રમુખ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. ત્યારે ભાજપ શહેર જિલ્લા પ્રમુખને રીપીટ કરે છે, પછી કોઇ નવું આશ્ચર્યજનક પરિણામ સામે આવે છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : પાણીની ટાંકીમાંથી ક્લોરીન લિકેજ અટકાવશે એબ્ઝોર્પશન સિસ્ટમ