Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પૂરની સ્થિતીમાં ત્રણ દિવસમાં 28 ગામમાંથી 8144 લોકોનું સ્થળાંતર

VADODARA : વડોદરા (VADODARA) માં વરસાદી સંકટના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વડોદરા તાલુકામાં એન.ડી.આર.એફ. દ્વારા ભારે વરસાદના કારણે પાણી ભરાવાના લીધે અથવા પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૮૧૪૪ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે...
vadodara   પૂરની સ્થિતીમાં ત્રણ દિવસમાં 28 ગામમાંથી 8144 લોકોનું સ્થળાંતર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં વરસાદી સંકટના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વડોદરા તાલુકામાં એન.ડી.આર.એફ. દ્વારા ભારે વરસાદના કારણે પાણી ભરાવાના લીધે અથવા પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૮૧૪૪ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે ૪૧૪ જેટલા પુરગ્રસ્ત લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાણી ભરાવાથી અથવા ભરાવાની શક્યતાના કારણે સ્થળાંતર

છેલ્લા ત્રણ દિવસમાં જોઈએ તો વડોદરા તાલુકાના ૭ ગામમાંથી ૪૧૪ લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. આ સાથે તાલુકાના ૨૮ ગામમાંથી કુલ ૮૧૪૪ અસરગ્રસ્ત લોકોનું ભારે વરસાદના કારણે પાણી ભરાવાથી અથવા પાણી ભરાવાની શક્યતાના કારણે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં તા. ૨૬/૦૮/૨૦૨૪ ના રોજ ૩૬૦, તા. ૨૭/૦૮/૨૦૨૪ના રોજ ૩૯૧૫ અને તા. ૨૮/૦૮/૨૦૨૪ ના રોજ ૨૧૯૬ લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Advertisement

લોકો પરથી સંકટ ટળતા પોતાના ઘરે સુરક્ષિત રીતે પરત ફર્યા

પુર અસરગ્રસ્ત લોકોનું ગામની પ્રાથમિક શાળાઓમાં, મંદિરના કમ્પાઉન્ડમાં, સરકારી આંગણવાડીઓમાં અથવા સ્વૈચ્છિક રીતે પોતાના સગા સંબંધીઓના ઘરે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. આ સાથે પૂરનો ભોગ બનેલા લોકો માટે ગ્રામપંચાયતો દ્વારા ભોજન અને સ્વચ્છ પીવાના પાણી અને આરોગ્યની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પૂરના પાણી ઓસરતાં વડોદરા તાલુકાના ૧૦ ગામના ૩૨૭૫ લોકો પરથી સંકટ ટળતા પોતાના ઘરે સુરક્ષિત રીતે પરત ફર્યા છે.

Advertisement

આણંદ, વાઘોડિયાથી પાણીની બોટલો અને ડ્રાય ફૂડના પેકેટ મંગાવાયા

વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે વડોદરા શહેરમાં ઉભી થયેલી આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. બીજી તરફ લોકોને પીવાનું પાણી અને ભોજન મળી રહે એ માટે તંત્ર દ્વારા તડામાર રીતે એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરાવવામાં આવ્યા હતા અને તેમાંથી આજે વિતરણ કરવામાં આવ્યું હતું.

આસપાસના નગરોમાંથી પણ ફૂડ પેકેટ મંગાવવામાં આવ્યા

જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઇએ જણાવ્યું કે, આણંદથી ૧૦ હજાર ફૂડ પેકેટ અને ૨૦ હજાર પાણીની બોટલ મંગાવવામાં આવી છે. આ ઉપરાંત વાઘોડિયા સહિતના આસપાસના નગરોમાંથી પણ ફૂડ પેકેટ મંગાવવામાં આવ્યા છે. વડોદરા મહાપાલિકા દ્વારા ઝોન વાઇઝ સામાજિક સંસ્થાઓ સાથે સંકલન કરવા માટે અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેથી સંસ્થાઓ તરફથી મળેલા પેકેટ યોગ્ય સ્થળે વિતરણ થઇ શકે. વિશ્વામિત્રીના કિનારેથી સ્થળાંતર કરી સલામત સ્થળે રાખવામાં આવેલા નાગરિકોને પણ ભોજન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટવાનું શરૂ, તંત્રને મોટી રાહત

Tags :
Advertisement

.

×