Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બેરોકટોક ચાલતા ભારદારી વાહનો પર તવાઇ જારી

VADODARA : વડોદરા શહેર જિલ્લા (VADODARA CITY - DISTRICT) માં ભારદારી વાહનોથી (HEAVY VEHICLE) અકસ્માતની સંખ્યામાં વધારો થતા તેના પ્રવેશ પર સમય પાબંધી લગાડવામાં આવી છે. જેનું ઉલ્લંઘન કરીને ફરતા ભારદારી વાહનો સામે હવે વડોદરા શહેર ટ્રાફીક પોલીસ (VADODARA CITY...
vadodara   બેરોકટોક ચાલતા ભારદારી વાહનો પર તવાઇ જારી
Advertisement

VADODARA : વડોદરા શહેર જિલ્લા (VADODARA CITY - DISTRICT) માં ભારદારી વાહનોથી (HEAVY VEHICLE) અકસ્માતની સંખ્યામાં વધારો થતા તેના પ્રવેશ પર સમય પાબંધી લગાડવામાં આવી છે. જેનું ઉલ્લંઘન કરીને ફરતા ભારદારી વાહનો સામે હવે વડોદરા શહેર ટ્રાફીક પોલીસ (VADODARA CITY TRAFFIC POLICE) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ટ્રાફીક પોલીસ દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી 8 ભારદારી વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. અને તેમની સામે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા ટ્રાફીક પોલીસના સપાટાને પગલે બેરોકટોક અવર-જવર કરતા ભાદરારી વાહનના ચાલકોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ કામગીરી આવનાર સમયમાં પણ ચાલુ રહેશે. કાર્યવાહીથી બચવા માટે ભારદારી વાહનના ચાલકોએ નિયમોને ચુસ્તપણે અનુસરવું પડશે.

ખંડેરાવ માર્કેટ અને વેરાઇમાતા ચોક વિસ્તારમાં ઝુંબેશ ચલાવવામાં આવી

વડોદરામાં અગાઉ ભારદારી વાહનોથી અકસ્માતની ઘટનાઓ સામે આવતા પ્રવેશ પર સમયની પાબંધી લગાડી દેવામાં આવી છે. જો કે, તે બાદ પણ ભારદારી વાહનો બેરોકટોક ચાલતા હોવાનું કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. જેને લઇને પ્રવેશબંધીના નિયમનું પાલન કરાવવા માટે વડોદરા શહેર ટ્રાફીક પોલીસ દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં વડોદરા શહેર પોલીસની મદદનીશ પોલીસ કમિશનરની કચેરી, ટ્રાફીક શાખા-પશ્ચિમ ઝોન દ્વારા ભારદારી વાહનો સામે ખંડેરાવ માર્કેટ અને વેરાઇમાતા ચોક વિસ્તારમાં ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં નિયમોનો ભંગ કરનાર 8 ભારદારી વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. જે બાદ તમામ સામે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

ધ્વનિ પ્રદુષણના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વોમાં પણ ભારે ફફડાટ

આ સાથે જ ટ્રાફીક પોલીસ દ્વારા ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિતેલા સપ્તાહમાં કરેલી કામગીરી દરમિયાન અસંખ્ય મોડીફાઇડ સાયલન્સર વાળા બુલેટ ડિટેઇન કરવામાં આવ્યા છે. જેથી ધ્વનિ પ્રદુષણના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વોમાં પણ ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વારસિયા મોબ લિંચિંગ કેસમાં 4 આરોપીઓ રિમાન્ડ પર

Tags :
Advertisement

.

×