ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : મુખ્યમંત્રીએ પૂરની સ્થિતીનો માંગ્યો રિપોર્ટ, ગૃહમંત્રી આજે શહેરની મુલાકાતે

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરની સ્થિતી (FLOOD - 2024) સર્જાતા ચિંતિત રાજ્ય સરકારે બે મંત્રીઓને વડોદરા મોકલ્યા હતા. ગઇ કાલે વડોદરાની મુલાકાતે આવેલા મંત્રી રૂષિકેશભાઇ પટેલ અને મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા દ્વારા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તથા અધિકારીઓ સાથે મીટિંગ...
12:49 PM Aug 29, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં પૂરની સ્થિતી (FLOOD - 2024) સર્જાતા ચિંતિત રાજ્ય સરકારે બે મંત્રીઓને વડોદરા મોકલ્યા હતા. ગઇ કાલે વડોદરાની મુલાકાતે આવેલા મંત્રી રૂષિકેશભાઇ પટેલ અને મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા દ્વારા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તથા અધિકારીઓ સાથે મીટિંગ...

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરની સ્થિતી (FLOOD - 2024) સર્જાતા ચિંતિત રાજ્ય સરકારે બે મંત્રીઓને વડોદરા મોકલ્યા હતા. ગઇ કાલે વડોદરાની મુલાકાતે આવેલા મંત્રી રૂષિકેશભાઇ પટેલ અને મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા દ્વારા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તથા અધિકારીઓ સાથે મીટિંગ કરીને સ્થિતીની સમિક્ષા કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી દ્વારા બંને મંત્રીઓ પાસેથી પૂરની સ્થિતીનો રિપોર્ટ માંગ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. તો બીજી તરફ આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH SANGHAVI) વડોદરાની મુલાકાતે આવનાર છે. અને તેઓ પુર પીડિતો વચ્ચે જઇને સમગ્ર સ્થિતીની સમીક્ષા કરનાર હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.

બે મંત્રીઓ વડોદરા દોડી આવ્યા હતા

વડોદરામાં વિતેલા ત્રણ દિવસથી પૂરની સ્થિતી સર્જાઇ છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. તાજેતરમાં સત્તાધીશો દ્વારા આજવા સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ આજ સવારથી પાણી ઓસરવાનું શરૂ થયું છે. દરમિયાન ગતરોજ રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંત્રી રૂષિકેશભાઇ પટેલ અને મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા શહેરની મુલાકાતે દોડી આવ્યા હતા.

સમગ્ર વ્યવસ્થાપન નિહાળ્યું હતું

તેમણે આવીને પ્રથમ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધીઓ તથા સરકારી અધિકારીઓ જોડે મહત્વની બેઠક કરી હતી. ત્યાર બાદ તેઓ શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડમ્પર પર બેસીને નીરીક્ષણ કરવા પહોંચ્યા હતા. જે બાદ તેમણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઇને સમગ્ર વ્યવસ્થાપન નિહાળ્યું હતું. અને પરત ફર્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા બંને મંત્રીઓ પાસેથી પૂરની સ્થિતીનો રીપોર્ટ માંગવામાં આવ્યો છે. બંનેને મુખ્યમંત્રી નિવાસે બોલાવવામાં આવ્યા હતા.

આજે હર્ષભાઇ સંઘવી વડોદરાની મુલાકાતે

સુત્રોએ ઉમેર્યું કે, જેમાં બંને મંત્રીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપવામાં આવશે. બેઠક બાદ મુખ્યમંત્રી વડોદરા માટે વિશેષ સહાયની જાહેરાત કરી શકે છે. તો બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી (HOME MINISTER OF GUJARAT - HARSH SANGHAVI) અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરાની મુલાકાતે આજે આવનાર છે. તેઓ પૂર પીડિતોની વચ્ચે જઇને તેમની સાથે સંવાદ સાધી શકે છે, અને તેમની સ્થિતી જાણવાનો પ્રયત્ન કરશે તેવું સુત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : અમદાવાદ અને સુરતના સફાઇ સેવકોની ટીમ શહેરમાં કામે લાગી

Tags :
AffectedareaaskCMfloodforharshhomeMinisterreportsanghavitoVadodaravisit
Next Article