Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "સ્વચ્છતાને સંસ્કાર બનાવો", મુખ્યમંત્રીની ટકોર

VADODARA : આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM BHUPENDRA BHAI PATEL) વડોદરાની મુલાકાતે છે. તેઓ વડોદરા (VADODARA) ને સેંકડો કરોડના વિકાસના કામોની ભેટ આપવા જઇ રહ્યા છે. દરમિયાન તેમના બીએમએ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમણે માર્મિક ટકોર કરતા કહ્યું કે, સંસ્કારી...
vadodara    સ્વચ્છતાને સંસ્કાર બનાવો   મુખ્યમંત્રીની ટકોર
Advertisement

VADODARA : આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM BHUPENDRA BHAI PATEL) વડોદરાની મુલાકાતે છે. તેઓ વડોદરા (VADODARA) ને સેંકડો કરોડના વિકાસના કામોની ભેટ આપવા જઇ રહ્યા છે. દરમિયાન તેમના બીએમએ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમણે માર્મિક ટકોર કરતા કહ્યું કે, સંસ્કારી નગરી છે એટલે આપણે સ્વચ્છતાનો સ્વભાવને આપણા સંસ્કારમાં લાવવો જ પડે. સીએમ સાહેબ આવે ત્યારે સફાઇ થાય તેવું નથી. આ અગાઉ તેમણે વડોદરા કેમ પાછળ રહી ગયું તે અંગેના કારણો તપાસવા માટેની ટકોર કરી હતી. મુખ્યમંત્રીની ટકોર બાદ હવે શું બદલાવ આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

હળવી શૈલીમાં મોટી માર્મિક વાત કહી

આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા છે. વડોદરાની મુલાકાતના પ્રારંભમાં તેમણે સાંસદ ડો. હેમાંગ જોશીના અટલ જનસેવા કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું હતું. ત્યાર બાદ તેઓ બીએમએ દ્વારા આયોજિત સ્ટાર્ટઅપના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે તેમની હળવી શૈલીમાં મોટી માર્મિક વાત વડોદરાવાસીઓને ટકોર સ્વરૂપે સંભળાવી હતી. જેની અમલવારી આજના સમયની જરૂરીયાત છે.

Advertisement

અમારે ક્યાંય મુકવાની વાત નથી

મુખ્યમંત્રીએ કાર્યક્રમ સ્થળે હાજર લોકોને સંબોધતા કહ્યું કે, વડોદરા સંસ્કારી નગરી છે, એટલે સંસ્કારી નગરી છે એટલે આપણે સ્વચ્છતાના સ્વભાવને આપણા સંસ્કારમાં લાવવો જ પડે. સીએમ-પીએમ સાહેબ આવે ત્યારે સફાઇ થાય તેવું નથી ભાઇ. નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે, ત્યારે જનજનમાં આપણે બધાયે તેમાં જોડાવવાનું છે. સરકાર કરી દેશે, કોર્પોરેશન કરી નાંખશે, તે કરશે જ, તે ક્યાંય જવાનું નથી. અમારે ક્યાંય મુકવાની વાત નથી. તમારી સાથે રહીને આપણે બેસ્ટ કામ કરવાનું છે.

Advertisement

બંને વાત તેમને સંબોધનમાં આડકતરી રીતે સાંભળવા મળી

આમ, મુખ્યમંત્રીએ ટકોર કરીને વડોદરાવાસીઓને સ્વચ્છા અંગે વધુ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દર્શાવે છે કે, મુખ્યમંત્રીને વડોદરાની ચિંતા છે. અને લોકો સાથે મળીને સ્વચ્છતા અંગે સારૂ પ્રદર્શન કરી શકાય તેવો તેમને વિશ્વાસ છે. આ બંને વાત તેમને સંબોધનમાં આડકતરી રીતે સાંભળવા મળી રહી છે.

આ પણ વાંચો -- VADODARA : ચા પીવા ગયેલા મિત્રોને લોકોએ ચોર સમજી ઢોર માર માર્યો, એકનું મોત

Tags :
Advertisement

.

×