ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : રાજ્યના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે, દાદા ભગવાનના કાર્યક્રમમાં હાજરી આપશે

VADODARA : નવલખી મેદાનમાં ‘જોવા જેવી નગરી’ ઉભી કરવામાં આવી છે. તા. ૧૦થી તા. ૧૭ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન અહીં કરવામાં આવ્યું છે.
08:36 AM Nov 10, 2024 IST | PARTH PANDYA
VADODARA : નવલખી મેદાનમાં ‘જોવા જેવી નગરી’ ઉભી કરવામાં આવી છે. તા. ૧૦થી તા. ૧૭ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન અહીં કરવામાં આવ્યું છે.

VADODARA : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM OF GUJARAT - BHUPENDRA BHAI PATEL) આજરોજ તા. ૧૦ને રવિવારે વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. અહીં તેઓ જાણીતા આદ્યાત્મિક ગુરુ દાદા ભગવાન (DADA BHAGVAN JANM JAYANTI CELEBRATION) ની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી બનવાના છે. દાદા ભગવાનના નામે પ્રચલિત અંબાલાલ મૂળજીભાઇ પટેલની કર્મભૂમિ અને જન્મ ભૂમિ વડોદરા રહી છે. વ્યવસાયિક પ્રવૃત્તિ દરમિયાન તેમને આત્મજ્ઞાન થતાં અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત આપી અનુયાયીઓને દિવ્ય ચેતના સાથે જોડવાનું અભિયાન શરૂ કર્યું હતું.

નવલખી મેદાનમાં ‘જોવા જેવી નગરી’ ઉભી કરવામાં આવી છે

હાલમાં દાદા ભગવાન ફાઉન્ડેશના નેજા તળે સામાજિક અને આદ્યાત્મિક ઉત્કર્ષ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ડભોઇ રોડ ઉપર દાદા ભગવાનનું સમાધિ સ્થાન અને વરણામામાં ત્રિમંદિર પ્રસિદ્ધ યાત્રાધામો છે. દાદા ભગવાનની કર્મભૂમિ એવા વડોદરામાં તેમની ૧૧૭મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. નવલખી મેદાનમાં ‘જોવા જેવી નગરી’ ઉભી કરવામાં આવી છે. તા. ૧૦થી તા. ૧૭ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન અહીં કરવામાં આવ્યું છે. જેના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સાંજે સવા છ વાગ્યે સહભાગી બનશે. તેમની સાથે જનપ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાશે.

વિતેલા એક મહિનામાં રાજ્યના મુખ્યમંંત્રી ત્રીજી વખત વડોદરાની મુલાકાતે

રાજ્યના મુખ્યમંત્રીના આગમન પહેલા તેમના રૂટ પર કોન્વોયનું રીહર્સલ કરવામાં આવ્યું હતું. ગત સાંજે કરવામાં આવેલા રીહર્સલને પગલે લોકોમાં ઉત્સુકતા વ્યાપી જવા પામી હતી. વિતેલા એક મહિનામાં રાજ્યના મુખ્યમંંત્રી ત્રીજી વખત વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે, તેવું સુત્રોનું કહેવું છે. આ અગાઉ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા અને તેમની મુલાકાત સમયે વડોદરા આવ્યા હતા. જો કે, તમામ વખતે મુલાકાતના કારણો અલગ અલગ હતા.

આ પણ વાંચો -- VADODARA : એક્ટિવિસ્ટના આપઘાત બાદ મોબાઇલમાં લખેલો અંતિમ મેસેજ ફોરવર્ડ થયો, જાણો કારણ

Tags :
atBhagwanCelebrationCMDadagroundjanmajayantinavlakhionVadodaravisit
Next Article