ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચુકવણી માટેનો સર્વે પૂર્ણ

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં ગત બુધવારે પડેલા ભારે વરસાદ અને વિશ્વા મિત્રી નદીમાં પૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને કારણે કેટલાક પરિવારોને સલામત આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા. પાણી ઓસરતાં હવે લોકો પોતાના ઘરે પરત ફર્યા છે....
07:40 AM Jul 29, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં ગત બુધવારે પડેલા ભારે વરસાદ અને વિશ્વા મિત્રી નદીમાં પૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને કારણે કેટલાક પરિવારોને સલામત આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા. પાણી ઓસરતાં હવે લોકો પોતાના ઘરે પરત ફર્યા છે....

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં ગત બુધવારે પડેલા ભારે વરસાદ અને વિશ્વા મિત્રી નદીમાં પૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને કારણે કેટલાક પરિવારોને સલામત આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા. પાણી ઓસરતાં હવે લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. પૂર અસરગ્રસ્તોને જિલ્લા પ્રસાશન દ્વારા કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચુકવણી માટે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ કરવામાં આવી હોવાની જિલ્લા કલેકટર બીજલ શાહે જણાવ્યું છે.

સહાયની રકમ ચુકવવામાં આવશે

કલેકટરએ ઉમેર્યું કે,ભારે વરસાદને કારણે માનવ મૃત્યુ, માનવ ઈજા, મકાન નુકશાની, પશુ મૃત્યુ, કેશ ડોલ્સ સહાય ચુકવણી માટે સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. સંબંધિત પ્રાંત અધિકારીઓ દ્વારા પોતાના વિસ્તારમાં ટીમો બનાવી આ કામગીરી પૂર્ણ થતાં હવે અસરગ્રસ્તોને સહાયની રકમ ચુકવવામાં આવશે.

૧૮૫૦ કુટુંબોને ઘરવખરી-કેશ ડોલ્સની ચુકવણી ડીબીટીથી કરાશે

કલેકટરએ ઉમેર્યું કે,વડોદરા ગ્રામ્ય તાલુકાના આસોજ, દેણા, સુખલીપૂરા અને તલસટના ૯૨ કુટુંબો અને શહેરના વડોદરા કસ્બા, સમા, કલાલી, વડસર અને અટલાદરાના ૬૦૩ કુટુંબો સહિત કુલ ૬૯૫ કુટુંબોને ઘરવખરી સહાય ચુકવવામાં આવનાર છે. એવી જ રીત વડોદરા ગ્રામ્ય તાલુકાના આસોજ, દેણા, સુખલીપૂરા અને તલસટના ૯૨ કુટુંબો અને શહેરના વડોદરા કસ્બા, સમા, કલાલી, વડસર, ગોરવા અને અટલાદરાના ૧૦૬૩ કુટુંબો સહિત કુલ ૧૧૫૫ કુટુંબોને કેશડોલ્સની ચુકવણી કરવામાં આવશે. આમ શહેર જિલ્લાના કુલ ૧૮૫૦ કુટુંબોને ઘરવખરી તેમજ કેશ ડોલ્સની ચુકવણી ડીબીટી થી ચુકવવામાં આવશે.

સેવાઓ પૂરી પાડવામાં આવી

તેમણે ઉમેર્યું કે ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૨૨૪૧ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પાણી ઓસરતાં હવે લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. આશ્રયસ્થાનોમાં જિલ્લા પ્રશાસન, વડોદરા મહાનગરપાલિકા અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અસરગ્રસ્તોને ભોજન, પીવાનું પાણી, ફૂડ પેકેટ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

સલામત રીતે ઉગારી લેવાયા

તેમણે કહ્યું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા અને વિશ્વામિત્રી નદીના પૂરના કારણે અસર પામેલા ૨૬૨ લોકોને સલામત એન.ડી.આર.એફ, એસ ડી.આર. એફ,પોલીસ,ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોના સહયોગથી સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -- Rain in Gujarat : આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે ઓરેન્જ-યેલો એલર્ટ જાહેર

Tags :
AidAmountassurebycollectordoneGovtofOfficialsOthersoonsurveytotransferVadodara
Next Article