VADODARA : જન પ્રતિનિધિઓના પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા કલેકટરનું સૂચન
- વડોદરા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઇ
- સાંસદ અને ધારાસભ્યો દ્વારા મહત્વના સૂચન અપાયા
- ચોમાસાને ધ્યાને રાખીને લોકોને ઓછી તકલીફ પડે તેવું આયોજન મુકવા પર ભાર
VADODARA : વડોદરાના જિલ્લા કલેકટર (VADODARA DISTRICT COLLECTOR) ડો.અનિલ ધામેલિયાએ સાંસદ અને ધારાસભ્યઓ દ્વારા રજૂ કરવામાં આવતા લોક પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. વડોદરા કલેકટર કચેરી ખાતે કલેકટર ડો.અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સાંસદ ડો.હેમાંગ જોષી,ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા,અક્ષયભાઈ પટેલ,ચૈતન્યસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા રજૂ કરવામાં આવેલા જન પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો હતો.
પ્રશ્નોનો ઝડપભેર નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું
આ બેઠકમાં ઉપસ્થિત જન પ્રતિનિધિઓએ વીજળી, આવાસ ફાળવણી, કેનાલ અને કાંસની સફાઈ,રેલવે,આકારણી તેમજ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય તો તેનો ઝડપી નિકાલ કરવા જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેક્ટરશ્રીએ આ પ્રશ્નોનો ઝડપભેર નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. કલેકટર ડો.અનિલ ધામેલિયાએ આગામી ચોમાસાની સિઝનમાં શહેર જિલ્લામાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને જરૂરી કાર્યવાહી હાથ ધરવા તાકીદ કરી હતી.
બે માસનો અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે
કલેકટરશ્રી જણાવ્યું હતું કે,હાલની પરિસ્થિતિ અને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ જિલ્લાની તમામ વાજબી ભાવની દુકાનોમાં આગામી બે માસનો અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ ઉપરાંત એન.એફ.એસ.એ હેઠળ અનાજ મેળવતા જે રાશનકાર્ડ ધારકોને પોતાના રેશનકાર્ડનું ઈ -કે. વાય.સી કરવાનું બાકી છે તેવા કાર્ડધારકો ઈ - કે. વાય.સી ની કામગીરી સમયસર પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
વિવિધ વિભાગના અગ્રણીઓ હાજર રહ્યા
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા,જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ,નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ,ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી હિમાંશુ પરીખ,પ્રાંત અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો ---- VADODARA : જિલ્લામાં 1, જૂનથી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ થશે