ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : દુષિત પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાતા કોર્પોરેટરના ધરણા

VADODARA : વડોદરા (VADODARA) ના નવાયાર્ડમાં કેટલીક સોસાયટીઓમાં દુષિત પાણી આવતું હોવાની સમસ્યા છે. જેને લઇને પાલિકામાં રજુઆત કર્યા બાદ પણ કોઇ નિરાકરણ આવતું નથી. આખરે સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જ્યાં સમસ્યાનું મુળ છે તેવા ખાડા પર બેસીને વિરોધ દર્શાવવામાં...
02:54 PM Oct 17, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના નવાયાર્ડમાં કેટલીક સોસાયટીઓમાં દુષિત પાણી આવતું હોવાની સમસ્યા છે. જેને લઇને પાલિકામાં રજુઆત કર્યા બાદ પણ કોઇ નિરાકરણ આવતું નથી. આખરે સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જ્યાં સમસ્યાનું મુળ છે તેવા ખાડા પર બેસીને વિરોધ દર્શાવવામાં...

VADODARA : વડોદરા (VADODARA) ના નવાયાર્ડમાં કેટલીક સોસાયટીઓમાં દુષિત પાણી આવતું હોવાની સમસ્યા છે. જેને લઇને પાલિકામાં રજુઆત કર્યા બાદ પણ કોઇ નિરાકરણ આવતું નથી. આખરે સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જ્યાં સમસ્યાનું મુળ છે તેવા ખાડા પર બેસીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. કોર્પોરેટરે ચીમકી પણ આપી કે, જો હજી પણ કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

રજુઆત સાંભળી કોર્પોરેટર અધિકારીઓનો ફોન ઘુમાવી રહ્યા છે

વડોદરાના નવાયાર્ડ વિસ્તારની અનેક સોસાયટીમાં કાળા ડામર જેવું પાણી આવી રહ્યું છે. તે પાણીનો સ્થાનિકો કોઇ પણ પ્રકારે ઉપયોગ કરી શકે તેમ નથી. જેથી આ અંગે સ્થાનિકો વારંવાર કોર્પોરેટરને રજુઆત કરે છે. તેમની રજુઆત સાંભળી કોર્પોરેટર અધિકારીઓનો ફોન ઘુમાવી રહ્યા છે. છતાં કોઇ નિરાકરણ નહીં આવતા આજે કોર્પોરેટરે જાતે જ ધરણા પર બેસીને તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે. આ તકે મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ તેમની જોડે જોડાયા હતા.

એક-બે દિવસની સમસ્યા હોય તો અમે ધરણા માટે ના બેસીએ

વોર્ડ નં - 1 ના કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનાથી પીવાનું પાણી દુષિત આવી રહ્યું છે. તમે તેમાં હાથ પણ ના નાંખી શકો. દુર્ગંધ મારતું કાળા ડામર જેવું પાણી આવે તેનો ઉપયોગ લોકો કરી શકવાના નથી. પાણીનો વેડફાટ થાય છે, લોકો કયા પાણીનો ઉપયોગ કરે, એક-બે દિવસની સમસ્યા હોય તો અમે ધરણા માટે ના બેસીએ. મારા વિસ્તારના રમણીકલાલની ચાલ, રસુલજીની ચાર. જામીયા નગર, જૈતુલ નગર, તમામનો સવારથી મને ફોન આવે છે. મારો સવારથી પહેલો ફોન અધિકારીને હોય છે.

આ કરવું યોગ્ય નથી. પણ લોકોના હિતાર્થે બેઠી છું

વધુમાં તેમણે જણાવ્યું કે, મારા કહેવાથી પાલિકાએ 10 જગ્યાએ ખાડા ખોદ્યા છે, પણ તેના પ્રશ્નના નિરાકરણ આવતું નથી. આજે સવારે 6 વાગ્યે મેં મેસેજ કર્યો હતો કે, સવારે 10 વાગ્યા સુધીમાં તમે કામ નહીં કરો તો અમે ધરણા પર બેસીશું. અને ધરણા પર બેસવું પડ્યું છે. આ કરવું યોગ્ય નથી. પણ લોકોના હિતાર્થે બેઠી છું, તે ખાડા પર બેઠી છું જ્યાં લિકેજ છે. જ્યાં પાણીની લાઇન પર પ્રેશર પોઇન્ટ મુકીને જતા રહ્યા છીએ. અમે કોંગ્રેસમાં છીએ એટલે તો લડી શકીએ છીએ. અધિકારીઓ કામ નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

આ પણ વાંચો -- VADODARA : વર્ગ - 3 માં સીધી ભરતીનો બનાવટી ઇ-મેલ મોકલી છેતરપીંડિ

Tags :
AgitationCongresscontaminatedCorporatorissueoverVadodarawater
Next Article