Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દુષ્કર્મ કેસમાં કોંગી આગેવાનના પુત્રના આગોતરા જામીન નામંજુર

VADODARA : આરોપીએ લગ્નની લાલચ આપીને પીડિતાનું શોષણ કર્યું છે. તે ગર્ભવતી થતા તેનો બળજબરીથી ગર્ભપાત કરાવ્યો છે - સરકારી વકીલ
vadodara   દુષ્કર્મ કેસમાં કોંગી આગેવાનના પુત્રના આગોતરા જામીન નામંજુર
Advertisement
  • ઉચ્ચ રાજકીય સંબંધ ધરાવતા પરિવરના પુત્રનું કારસ્તાન
  • લગ્નની લાલચે યુવતિનો દેહ ચૂંથ્યો
  • ગર્ભપાત કરાવવા ભારે અત્યાચાર ગુજાર્યો

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) ના નંદેસરીના કોંગી આગેવાનના પુત્ર (CONGRESS LEADER SON) અનિરૂદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદ (RAPE CASE) નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે ફરિયાદ બાદથી આરોપી ફરાર છે. દરમિયાન આરોપી દ્વારા પોલીસ ધરપકડ ટાળવા માટે અત્રેની કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જેને કોર્ટો નામંજુર કરી છે. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું કે, આરોપી વિરૂદ્ધ પ્રથમદર્શી કેસ જણાઇ રહ્યો છે.

જબરદસ્તી ગર્ભપાત કરાવવા માટે માર માર્યો

સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, નંદેસરીના કોંગી અગ્રણી રાજેન્દ્રસિંહનો પુત્ર અને ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારના ભાણેજ અનિરૂદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ વિરૂદ્ધ યુવતિએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તેણે યુવતિને લગ્ન કરવાની ખાતરી આપીને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતિ ગર્ભવતી થતા તેણે જબરદસ્તી ગર્ભપાત કરાવવા માટે તેને માર માર્યો હતો. અને ત્યાર બાદ આણંદના નર્સિંગ હોમમાં તેનો ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો હતો.

Advertisement

હોટલના રજીસ્ટરમાં તેની એન્ટ્રી

આ મામલે ફરિયાદ નોંધાયા બાદથી આરોપી અનિરૂદ્ધસિંહ ગોહિલ ફરાર છે. તેણે ધરપકડ ટાળવા માટે તાજેતરમાં અત્રેની કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. જામીન અરજીની સુનવણીમાં સરકાર તરફે વકીલ ડી. જે, નારીયેળવાલા હાજર રહ્યા હતા. તેમણએ રજુઆત કરી કે, ફરિયાદમાં પ્રથમથી જ આરોપીનું નામ છે. આરોપીએ લગ્નની લાલચ આપીને પીડિતાનું શોષણ કર્યું છે. તે ગર્ભવતી થતા તેનો બળજબરીથી ગર્ભપાત કરાવ્યો છે. હોટલના રજીસ્ટરમાં તેની એન્ટ્રી છે, કોલ ડિટેઇલમાં પણ સ્થળ પર આરોપીની હાજરી જોવા મળે છે. ન્યાયાધીશે બંને પક્ષે દલીલ સાંભળ્યા બાદ આરોપીના આગોતરા જામીન નામંજુર કર્યા છે.

Advertisement

મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવવાની કાર્યવાહી

સુત્રોના જણાવ્યા અનુસાર, દુષ્કર્મના આરોપીને દબોચવા માટે પોલીસની વિવિધ ટીમો હાલ કામે લાગી છે. આ વચ્ચે દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાનું મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તપાસ અધિકારીનું કહેવું છે કે, કેસમાં પુરાવા મળ્યા બાદ કોઇ પણ ચમરબંધી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો --- VADODARA : ટેસ્ટ ઓફ વડોદરાના આયોજક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

Tags :
Advertisement

.

×