Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અગ્રણી ભંવરલાલ ગૌડ બોગસ ખેડૂત નીકળ્યા, ફરિયાદ નોંધાઇ

VADODARA : ભવંરલાલ ગૌડ ખોટા ખેડૂત પ્રમાણપત્રના આધારે ખેડૂત થયેલ હોવાની ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી
vadodara   અગ્રણી ભંવરલાલ ગૌડ બોગસ ખેડૂત નીકળ્યા  ફરિયાદ નોંધાઇ
Advertisement

VADODARA : વડોદરા શહેર (VADODARA) ના જાણીતાં ટ્રાન્સપોર્ટર, સામાજીક અગ્રણી તથા સનદી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે નિકટનો નાતો ધરાવતા ભવંરલાલ ગૌડ (BHANWARLAL GAUR CONTROVERSY - VADODARA) સામે અયોગ્ય ખેડૂત લક્ષી પૂરાવા રજૂ કરીને બોગસ ખેડૂત બન્યા હોવાના મામલે વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવટી દસ્તાવેજ બનાવીને તૈયાર કરીને મામલતદાર અને કૃષિ પંચના અધિકારી સમક્ષ રજૂ કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (BJP MLA DHARMENDRASINH VAGHELA - VAGHODIYA, VADODARA) એ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને તપાસની માંગણી કરી હતી. જેના આધારે જિલ્લા કલેક્ટરે કરેલી તપાસ બાદ કરવામાં આવેલા આદેશ મુજબ કરજણ મામલતદારે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ ફરિયાદના પગલે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ માટે ભવંરલાલ ગૌડની અટકાયત કરી છે.

સર્કલ ઓફિસરે 2000 ની સાલમાં સપ્ટેમ્બર મહિનામાં નોંધ રદ કરી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મામલતદાર દિનેશકુમાર પટેલે આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર છંછવા ગામની સીમમાં મહંમદભાઇ (રહે. ચોરંદા)ના ખાતે ચાલતી જમીનનો 1999માં ડિસેમ્બર મહિનાની તારીખ ૧લીના રોજ વેચાણ દસ્તાવેજ ભંવરલાલ લક્ષ્મીનારાયણ ગૌડના નામે થયો હતો. જેની કાચી નોંધ દાખલ થઇ હતી. જેમાં વેચાણ રાખનાર ભંવરલાલ ગૌડે પોતે ખાતેદાર હોવાના પુરાવાર રજુ કરેલ ન હોવાથી સર્કલ ઓફિસરે 2000 ની સાલમાં સપ્ટેમ્બર મહિનામાં નોંધ રદ કરી હતી. જે તે સમયે કરજણના મામલતદારે અને કૃષિ પંચ કચેરી વડોદરાને આ જમીન વેચાણે રાખનાર ભંવરલાલ ગૌડ ખેડૂત હોવાના પુરા રજુ કર્યા ન હોવાથી નોંધ કરવામાં આવી હતી. એટલે ગણોતધારાની કલમ 63 ની કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

Advertisement

તેઓ આજોડ ખાતે જમીન ધરાવતા હતા

ગણોતધારાની કલમ 84 સી હેઠળ કેસ નોંધી ભંવરલાલ ગૌડને તેઓ ખાતેદાર હોવાના પુરાવા રજુ કરવા બાબતે નોટીસ આપીને મામલતદાર અને કૃષિપંચ વડોદરાએ કાર્યવાહી ચાલુ કરી હતી. 2001 ના જૂન મહિનામાં તેઓએ સોગંદનામુ રજૂ કરીને નિવેદન લખાવ્યુ હતુ. જેમાં તેઓ આજોડ ખાતે જમીન ધરાવતા હતા, જે એક્ષપ્રેસ વે માટે સંપાદન થયેલ હોવાનું જણાવ્યુ હતુ. જેનો વળતર કેસમાં ભંવરલાલ ગૌડના ખાતાની ખેતી ઉપયોગી જમીન એક્ષપ્રેસ વે માટે જમીન સંપાદન કરી હોવાનો ઉલ્લેખ કરતું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યુ હતુ.

Advertisement

કામ બંધ કરવા માટે જે તે સમયે મામલતદાર અને કૃષિપંચે હુકમ કર્યો

જેથી ભંવરલાલ ગૌડ દ્વારા કરેલ જમીન સંપાદન પ્રમાણપત્ર તથા નિવેદન ધ્યાને લઇ તેઓ ખેડૂત ખાતેદાર હોવાથી ગણોતધારા કલમ 63 ની જોગવાઇનો ભંગ થતો ન હોવાનું જણાવીને ગણોતધારાની કલમ 84 (સી) હેઠળ પાઠવેલ નોટીસ પરત ખેંચી કામ બંધ કરવા માટે જે તે સમયે મામલતદાર અને કૃષિપંચે હુકમ કર્યો હતો.

કોઇ રેકર્ડમાં ભંવરલાલ ગૌડની હકિકત મળી આવી ન્હતી

આ કિસ્સામાં ભવંરલાલ ગૌડ ખોટા ખેડૂત પ્રમાણપત્રના આધારે ખેડૂત થયેલ હોવાની ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેની કલેક્ટર દ્વારા તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. જે તપાસમાં મામલતદાર અને કૃષિપંચની કચેરીની તપાસ દરમિયાન કોઇ રેકર્ડમાં ભંવરલાલ ગૌડની હકિકત મળી ન આવતાં આખરે તેઓએ પ્રમાણપત્ર બનાવટી હોવાનું પ્રાથમિક રીતે જણાઇ આવ્યુ હતુ. જેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા કરજણ મામલતદારને આ મામલે ફોજદારી રાહે ફરિયાદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમના આધારે ભંવરલાલ ગૌડની સામે કરજણ પોલીસ મથકમાં થયેલી ફરિયાદ મુજબ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચો -- Rajkot : 'અસલી' કચેરીમાં 'નકલી' દસ્તાવેજનું મસમોટું કૌભાંડ! આ 3 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

Tags :
Advertisement

.

×