ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સ્થળના બુકીંગ વગર Samay Rainaના શોની ટીકીટ વેચાઇ !

VADODARA : ઓનલાઇન ટીકીટ વેચવા માટે બતાવી રહ્યા છે. પાલિકામાં તપાસતા આ પ્રકારે કોઇ પણ બુકીંગ થયું નહીં હોવાનું ધ્યાને આવ્યું - અંકુશ ગરૂડ
01:11 PM Feb 13, 2025 IST | PARTH PANDYA
VADODARA : ઓનલાઇન ટીકીટ વેચવા માટે બતાવી રહ્યા છે. પાલિકામાં તપાસતા આ પ્રકારે કોઇ પણ બુકીંગ થયું નહીં હોવાનું ધ્યાને આવ્યું - અંકુશ ગરૂડ

VADODARA : કહેવાતા કોમેડીયન સમય રૈનાના શો પર જાણીતા યુટ્યુબર દ્વારા વિકૃત ટીપ્પણી કરતા વિવાદ સર્જાયો (SAMAY RAINA SHOW CONTROVERSY) છે. આ ઘટના બાદ એક પછી એક સમય રૈનાના શોના ક્લીપીંગ્સ વાયરલ થયા છે. જેમાં એક પછી એક અશોભનીય વાતો કરવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું હતું. આ ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. જેમાં વડોદરા સહિત અન્ય શહેરોમાં આયોજિત સમય રૈનાના કાર્યક્રમને રદ્દ કરી દેવામાં આવ્યા (SAMAY RAINA SHOW CANCELLED ACROSS GUJARAT) છે. આ મામલે વડોદરામાં ઓનલાઇન બુકીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. અને પાલિકાના દિનદયાલ નગરગૃખ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હોય તેવું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, પાલિકાના સત્તાધીશો દ્વારા તપાસ કરવામાં આવતા આ પ્રકારે કોઇ પણ બુકીંગ કરવામાં નહીં આવ્યું હોવાનું સામે આવ્યું (ONLINE TICKET SELLING WITHOUT BOOKING VENUE - VADODARA) છે. જેથી પાલિકા દ્વારા બુક માય શો તથા ટીકીટ બુકીંગ માટેની અન્ય એપ્લીકેશનને નોટીસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. (VMC TO SERVE NOTICE TO ONLINE TICKET SELLING PLATFORM - VADODARA)

કોઇ પણ બુકીંગ થયું નહીં હોવાનું ધ્યાને આવ્યું

પાલિકાના ટુરીઝમ વિભાગના અધિકારી અંકુશ ગરૂડએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગઇ કાલે મોડી રાત્રે અમને મીડિયા મારફતે જાણવા મળ્યું કે, બુક માય શો એપ પરથી 18, ફેબ્રુઆરીના રોજ પંડિત દિનદયાલ નગરગૃહ ખાતે પ્રોગ્રામ બુક થયો છે. તેનું ઓનલાઇન ટીકીટ વેચવા માટે બતાવી રહ્યા છે. પરંતુ અમે પાલિકામાં તપાસતા આ પ્રકારે કોઇ પણ બુકીંગ થયું નહીં હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમના દ્વારા વડોદરા પાલિકાની કોઇ પણ પ્રકારની મંજુરી કે બુકીંગ કરવામાં આવ્યું નથી. આવું કરવું યોગ્ય નથી. અમે બુક માય શો ને લેખીતમાં નોટીસ આપશું કે તમે કોઇ પણ બુકીંગ વગર, સ્થળ નોંધાવ્યા વગર ટીકીટ વેચી શકશો નહીં. (BOOKMYSHOW AND OTHER PLATFORMS SERVE NOTICE - VMC, VADODARA)

અમે અમારા સુત્રો થકી ઓર્ગેનાઇઝર સુધી પહોંચીશું

વધુમાં જણાવ્યું કે, નિયમાનુસાર અમારી સિસ્ટમમાં ઓનલાઇન બુકીંગ કરાવવાનું હોય છે. જેમાં ટીકીટ વેચવા માટેના બે વિકલ્સ આપવામાં આવે છે. એક અમારે ત્યાં ટીકીટ બારી પરથી ટીકીટોનું વેચાણ થાય છે, અને બીજું ઓનલાઇ ટીકીટ વેચી શકાય છે. અમે સાવચેતીના ભાગરૂપે તેમને નોટીસ આપવાના છીએ. તેઓ બુકીંગ વગર કોઇ પણ ટીકીટ વેચી શકશે નહીં, અને તેની સાથે જે હમણાં વેચવા મુકેલી ટીકીટો માટેના કાર્યક્રમનું કોણે બુકીંગ કરાવ્યું છે તેની વિગતો અમને આપે. અમે તેમને પણ નોટીસ ફટકારીશું. અમારા ધ્યાને માત્ર બુક માય શો જ આવ્યું છે. અન્ય પ્લેટફોર્મ આવશે તો તેને પણ નોટીસ આપવામાં આવનાર છે. અમે અમારા સુત્રો થકી ઓર્ગેનાઇઝર સુધી પહોંચીશું. અમારી સિસ્ટમમાં કોઇ પણ પ્રકારનું બુકીંગ થયું નથી. તે દિવસના તમામ કાર્યક્રમો માટે સ્થળ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો --- VADODARA : નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટી ગોળ ગોળ ફેરવતા વાલીઓ વિફર્યા

Tags :
BookingComediancontroversialGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsnoticerainaSamaysellingserveSHOWTickettoVadodaravenueVMCwithout
Next Article